ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહ (Gujarat Assembly 2022)માં પ્રશ્નોત્તરીમાં આજે સાણંદમાં અપાયેલ ટાટા નેનો પ્લાન્ટ (tata nano plant sanand) બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતા. જ્યારે ગુજરાતના સાણંદ ખાતે આવેલા ટાટા નેનો પ્લાન્ટમાં અત્યારે કેટલી નેનો ગાડીઓ તૈયાર થઇ રહી છે તે બાબતના પ્રશ્ન કરવામાં આવ્યા હતા, જેના પ્રત્યુત્તરમાં રાજ્યના ઉદ્યોગ પ્રધાન (minister of industries gujarat) જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ટાટામાં અત્યારે ટાટાના અપગ્રેડેશનવાળા મોડેલ (tata upgraded models) તૈયાર થઈ રહ્યા છે.
ટાટાએ ચૂનો લગાવ્યો હોવાનો આક્ષેપ- ત્યારે વિપક્ષ ટોણો માર્યો હતો કે 1983માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી મારુતિ કાર (maruti suzuki history in india) લાવ્યા હતા અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ટાટા મોટર્સ (tata motors history in gujarat) લઈને આવ્યા હતા. ત્યારે અત્યારે મારુતિ કાર ચાલે છે, પરંતુ ટાટા ચૂનો લગાવીને જતા રહ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 7 ઓક્ટોબર 2008ના રોજ સ્ટેટ સપોર્ટ એગ્રીમેંટ (State Support Agreement) અને 30 માર્ચ 2013ના રોજ લોન એગ્રીમેન્ટ અનુસાર 0.1% સાદા વ્યાજે 20 વર્ષ સુધી લોન આપવામાં આવેલી ટાટા મોટર્સ રાજ્ય સરકારે તે અન્વયે રુપિયા 587 કરોડની લોન આપેલી છે. ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા તેનું કારણ નેનો કારનું ઉત્પાદન (Nano car production in gujarat)કરવાનું હતું.
આ પણ વાંચો: E-car charging center: કેવડિયામાં ઈ-કાર ચાર્જિંગ સ્ટેશન તૈયાર, ટાટા કંપનીએ સ્થાપ્યા
જગદીશ વિશ્વકર્માના બચાવમાં રાજેન્દ્ર ત્રિવેદીએ ઉતરવું પડ્યું- હાલમાં ટાટા નેનો કારનું ઉત્પાદન થતું ન હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો. તેમ છતાં હેતુફેર ભંગ બદલ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે. જેના પ્રત્યુત્તરમાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે. અત્યારે અમે લોન પરત લઇ રહ્યા છીએ. વિધાનસભા ગૃહમાં ટાટા મોટર્સ બાબતે 20 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી, જેમાં કોંગ્રેસના પ્રશ્નોના ઉત્તર આપવામાં રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્માને બચાવવા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. જ્યારે ટાટા મોટર્સ લિમિટેડ સાથે થયેલા કરાર અને તેના ભંગ બદલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ઉપરાંત ગુજરાતમાં નેનો કારના ઉત્પાદન બાબતે પણ કોંગ્રેસે પ્રશ્ન પૂછતા સત્તાપક્ષ અને વિપક્ષ બંને વચ્ચે દલીલો સાથે ખેંચતાણ પણ થઈ હતી.
આ પણ વાંચો: મીઠાપુરની ટાટા કેમિકલ કંપનીના નોર્ધન યાર્ડ નજીક લાગી આગ
કૃષિ યુનિવર્સિટીની જગ્યામાં નેનો પ્લાન્ટ- કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જે.જી.ચાવડા વિધાનસભાગૃહમાં ટાટા નેનોની ચર્ચામાં ભાગ લેતા નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારે ટાટા નેનોને સાણંદમાં જે જગ્યાની ફાળવણી કરી છે તે જગ્યા તો કૃષિ યુનિવર્સિટી માટેની હતી. હવે ટાટાનું ઉત્પાદન થતું નથી તો આ જમીન પરત લેવામાં આવશે કે નહીં અને ટાટાએ ગુજરાતની જનતા સાથે વિશ્વાસ ભંગ કર્યો છે. પ્રજા સાથેનો વિશ્વાસ થયો છે, રાજ્ય સરકારે લોન આપી છે. તો લોન બંધ કરીને તેમની જોડે વસૂલાત થશે કે નહીં તેવા પ્રશ્નો પણ કર્યા હતા. જ્યારે ગુજરાત પહેલેથી ઔદ્યોગિક ક્ષેત્રે પ્રથમ હતું, પરંતુ તમારા આવ્યા બાદ ગુજરાત ચોથા કે પાંચમા સ્થાને આવી ગયું હોવાનો આક્ષેપ પણ સી.જે.ચાવડાએ કર્યો હતો.
ટાટાની અપગ્રેડેશન કારનું ઉત્પાદન થઈ રહ્યું છે- જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ટાટાની નેક્સોન ઇલેક્ટ્રિક કાર (tata nexon electric car) અન્ય કારનું ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. આમ સમય સાથે બદલાવ થઈ રહ્યો છે અને ટાટાનું કાર્ય અત્યારે પ્રગતિ હેઠળ જ છે, જ્યારે ટાટા પ્લાન્ટમાં અત્યાર સુધી 4,97,735 ગાડીઓનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે અને 26 હજારથી વધુ લોકોને રોજગારીની તકો પણ પ્રાપ્ત થઈ છે. આમ સમયની માંગ સાથે અત્યારે સાણંદ ટાટા પ્લાન્ટમાં અલગ અલગ મોડેલો મેન્યુફેક્ચર થઈ રહ્યા હોવાનો પ્રત્યુત્તર જગદીશ વિશ્વકર્માએ વિધાનસભાગૃહમાં આપ્યો હતો.