ETV Bharat / city

GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું લીક - પ્રાંતિજમાં હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ક્યાથી લીક (GSSSB Head Clerk Paper Leak 2021)થયું તેની કડી સુધી પોલીસ પહોંચી છે, જેમાં આ પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હોવાનું સામે આવ્યું છે. જ્યાં પેપર પ્રિન્ટિંગ (paper leaked from Sanands printing press) થાય છે તેના સુપરવાઈઝરે કિશોર આચાર્યએ (Supervisor leaks head clerks exam paper) આ પેપર વેચ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસ ગૌણ સેવા પસંદગી મંડળ અને પ્રિન્ટિંગ પ્રેસ વચ્ચે કરાર થયા તેમાં તપાસ કરવામાં આવશે, અન્ય કોઈની સંડોવણી છે કે નહીં કેટલા લોકો સુધી આ પેપર પહોચ્યું છે તે અંગે પણ પોલીસ દ્વારા પુખ્તા સબૂત મેળવવામાં આવશે. જો કે પરીક્ષા રદ કરવાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે, કેમ કે આ પેપર પરીક્ષાના 2 દિવસ પહેલા લીક થયું હોવાથી મોટી સંખ્યામાં લોકો સુધી પહોચ્યું હોય શકે છે.

GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું લીક

author img

By

Published : Dec 19, 2021, 8:20 PM IST

ગાંધીનગર : ગૌણ સેવા પસંદગી મંડળ (Secondary Service Selection Board) દ્વારા હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા 12 ડિસેમ્બર 2021ના રોજ લેવાઇ હતી, પરંતુ સોશીયલ મીડિયામાં આ પરીક્ષાનું પેપર લીક થયાની (GSSSB Head Clerk Paper Leak 2021) વાતે જોર પકડતા સમગ્ર મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો, અને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા ગૃહ પ્રધાને ખુદ સ્વીકાર્યું હતું કે, પેપર લીક થયું છે. જેના આધારે 11 આરોપી પૈકી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ ઉપરાંત ગાંધીનગર પોલીસે સાબરકાંઠા પોલીસ સાથે સંકલન કરી આ પેપર લીકની કડી મેળવી છે, જેમાં સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાથી આ પેપર લિક થયું (paper leaked from Sanands printing press)હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું લીક

દીપક મહેન્દ્ર પટેલ પાસેથી પોલીસને આગળની કડી મળી

ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ કહ્યું કે, પ્રાંતિજમાં હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક (Paper leak of secondary service selection board )થયું એ મામલે 8 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. અમારી પાસે કેટલાક નામોની હિન્ટ મળતા અમે દીપક મહેન્દ્ર પટેલ, રહે હાથીજણ કે જે સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે તેની ધરપકડ કરી. દીપક કે જે દેવલ પટેલના સંપર્કમાં આવ્યો દેવલ હાલમાં વોન્ટેડ આરોપી છે તે પણ આ સિંગરવા હોસ્પિટલમાં જ નોકરી કરે છે. દીપકની પૂછ પરછ કરી તો એને મંગેશ શિરકે, રહે નવા નરોડા અમદાવાદનું નામ આપ્યું, જે HCG અમદાવાદમાં નોકરી કરે છે. તેની પાસેથી પેપર લીધું હતું.

મંગેશ શિરકેને જે પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયું ત્યાંથી જ તેને આ પેપર મળ્યું

મંગેશ શિરકેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું જે પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયું ત્યાંથી જ તેને આ પેપર મળ્યું છે તેવું તેને જણાવ્યું હતું. ત્યાંથી અમને કિશોર આચાર્યનું નામ મળ્યું કે જે સાણંદ મણિપુર વડમાં રહે છે. તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તેની ધરપકડ કરી અને તેને ખાનગી રીતે આ પેપર કાઢ્યાનું કબૂલ કર્યું છે.
તેવું અભય ચુડાસમાએ કહ્યું હતું.

મંગેશ પાસેથી પોલીસે 7 લાખ કબ્જે કર્યા

અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેને આ પેપર પ્રેસમાં ખાનગી રીતે કાઢ્યું અને મંગેશ શિરકેને વેચ્યું હતું. મંગેશ પાસેથી 7 લાખ કબ્જે કર્યા છે. આ પેપર એને અન્ય એક બે જગ્યાએ આપ્યું હતું તેની તપાસ હાલ ચાલુ છે. પોલીસની આ આખી તપાસની લિંક પ્રિન્ટીગ પ્રેસ પાસેથી મળી છે. મંગેશ શિરકેને તેને આ પેપર 9 લાખમાં વેચ્યું હતું. આ પ્રિન્ટિંગ પ્રેસ સાણંદનું હતું. ગૌણ સેવા પસંદગી મંડળ અને પ્રિન્ટિંગ પ્રેસ વચ્ચે કરાર થયા તેમાં તપાસ કરવામાં આવશે. આમા 3 આરોપીઓની ધરપકડ કરવા આવી છે, જેમના આવતી કાલે રિમાન્ડ લેવામાં આવશે.

અગાઉ અહી જ આ પ્રેસમાં અન્ય પેપરો પણ છપાયા

અગાઉ અહી જ આ પ્રેસમાં અન્ય પેપરો પણ છપાયા છે, કયા પેપર છપાયા છે તેની પણ તપાસ થશે. હજુ સુધી પ્રિન્ટિંગ પ્રેસ માથી કોઈ વસ્તુ જપ્ત કરી નથી. ઓન પેપર પંચનામું કરી ત્યાંની વસ્તુઓ જપ્ત કરવામાં આવશે.

આ પણ વાંચો:

GSSSB Paper Leak 2021: બિન સચિવાલય પેપર લીક મામલે આજે સાબરકાંઠામાં નોંધાઈ શકે છે ફરિયાદ

GSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક મામલે તમામ આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.