ETV Bharat / city

વિધાનસભામાં રાજ્યપાલનું પ્રવચન, કોંગ્રેસ દ્વારા કોઈ હોબાળો નહીં - વિધાનસભા ન્યુઝ

સોમવારથી આ વર્ષના બજેટ સત્રની ગુજરાત વિધાનસભામાં શરુઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યપાલે પ્રવચન આપી વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. મહત્વની વાત એ છે કે, વિપક્ષ દ્વારા પ્રવચન પૂર્ણ થવા છતાં કોઈપણ મુદ્દે વિરોધ અથવા હોબાળો થયો ન હતો.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Mar 1, 2021, 8:27 PM IST

  • રાજ્યપાલના પ્રવચનથી વિધાનસભા ગૃહ શરૂ થયું
  • વિરોધ ન થતા રાજ્યપાલને પ્રવચન પૂરું કરવાની પડી ફરજ
  • અંતે તમામ પ્રવચન વાંચી લેવામાં આવ્યા હોવાની જાહેરાત
    વિધાનસભામાં રાજ્યપાલનું પ્રવચન
    વિધાનસભામાં રાજ્યપાલનું પ્રવચન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલના પ્રવચનથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્યએ રાજ્ય સરકારે કરેલા તમામ કાર્યો બાબતે વિધાનસભાગૃહમાં રાજ્યપાલે પ્રવચન આપ્યું હતું પરંતુ આ વખતે કોંગ્રેસે વિરોધ ન કરતા રાજ્યપાલને પ્રવચન પૂર્ણ કરવાની ફરજ પડી હતી અને અંતે પુસ્તકમાં લખેલા તમામ મુદ્દાઓ વાંચી લીધા હોવાની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી.

રોજગારી, આંતરમાળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા અને સરકારની પોલીસીના મુદ્દે કર્યા પ્રવચન

વિધાનસભાના પ્રથમ દિવસે રોજગારી, આંતરમાળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતા જેવી સરકારની તમામ પોલીસી અને કામગીરી બાબતે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ વિધાનસભાગૃહમાં પ્રવચન આપ્યું હતું. જ્યારે ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ યુવાનોને રોજગારી આપી હોવાની વાત પણ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત, લોકોના ઘરે પાણી અને વીજળીની સુવિધાઓ પહોંચી છે સાથે જ રાજ્યમાં એવા અનેક વિકાસના કામો કે જે અત્યારે પ્રગતિ હેઠળ થઇ રહ્યા છે તે તમામ બાબતે વિધાનસભાગૃહમાં દેવવ્રત આચાર્યએ પ્રવચન આપ્યું હતું.

કોંગ્રેસે ન કર્યો વિરોધ

સામાન્ય સંજોગોની વાત કરવામાં આવે તો રાજ્યપાલના પ્રવચન દરમિયાન વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને તેમને પ્રવચન કરતા અટકાવવામાં આવે છે. પરંતુ આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈપણ પ્રકારનો વિરોધ કરાયો ન હતો. જેના કારણે રાજ્યપાલ આચાર્યને પ્રવચનના તમામ મુદ્દાઓમાં રજૂ કરવાની ફરજ પડી હતી અને અંતે પ્રવચનના પુસ્તકના તમામ મુદ્દાઓ વંચાયેલા ગણવામાં આવશે તેવી જાહેરાત કરીને રાજ્યપાલના પ્રવચનને પૂર્ણ કરવામાં આવ્યું હતું.

3જી માર્ચના રોજ રજૂ થશે બજેટ

રાજ્યપાલના પ્રવચનથી સત્તાવાર રીતે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઇ છે. જ્યારે પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન અને ત્યારબાદ વિધાનસભાગૃહમાં અંજલી આપવામાં આવી હતી. ત્યારે હવે ત્રીજી ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ વિધાનસભાગૃહમાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.