ETV Bharat / city

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનોના નિવાસ સ્થાને વૃક્ષારોપણ કરી લોક જાગૃતિ લાવવાનો કર્યો નવતર પ્રયાસ - Vijay Rupani

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મુખ્યપ્રધાન સહિત અન્ય પ્રધાનોના નિવાસસ્થાને ફળ અને શાકભાજીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી સહિત અન્ય અધિકારીઓએ પોતાની ઉપસ્થિતી નોંધાવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
author img

By

Published : Aug 10, 2021, 9:51 PM IST

  • આચાર્ય દેવવ્રતે કર્યુ વૃક્ષારોપણ
  • પ્રધાનોના નિવાસ સ્થાને કરાઈ રોપાઓની વાવણી
  • સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2021ને ફળ અને શાકભાજી વર્ષ જાહેર કર્યુ

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને ફળવાળા ઝાડના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2021ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના આ અભિગમને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે.

રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેપ્રધાનોના નિવાસ સ્થાને કર્યુ વૃક્ષારોપણ
રાજ્યપાલ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જોડાયા ઝુંબેશમાં
રાજ્યપાલ
લેડી ગવર્નર દર્શના દેવી સહિત મુખ્યપ્રધાનના ધર્મપત્ની અંજલી રૂપાણીએ આપી હાજરી

આ પણ વાંચો- ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે યાત્રાધામ કુંડળધામ મંદિરની મુલાકાત લીધી

અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત

રાજ્યપાલે મુખ્યપ્રધાન વિજય રુપાણીના ઘર આંગણે રોપાઓનું વાવેતર કર્યુ હતું. જેમાં લેડી ગવર્નર દર્શના દેવી સહિત મુખ્યપ્રધાનના ધર્મપત્ની અંજલી રૂપાણીએ પણ હાજરી આપી હતી. ઉપરાંત, આ વૃક્ષારોપણમાં મુખ્ય વન સંરક્ષક ડી. કે. શર્મા, રાજ્યપાલના અગ્ર સચિવ મનીષ ભારદ્વાજ, બાગાયત નિયામક પી. એમ વઘારીયા, ખેતી નિયામક ભરત મોદી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.