- રાજ્યના રાજકીય હલચલ તેજ
- ઉત્તર પ્રદેશના મોડેલ પ્રમાણે ગુજરાતમાં સરકાર બનશે
- 2 નાયબ મુખ્યપ્રધાન તરીકેની વરણી કરવામાં આવશે
- વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજકીય અટકળો તેજ બની
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ હવે કમલમ ખાતે વિધાનસભાના ભાજપના ધારાસભ્યોની બેઠકનો દોર શરૂ થયો છે અને તેમાં રાજ્યના નવા મુખ્ય પ્રધાન ના નામ જાહેર કરવામાં આવશે મહત્વની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં જે રીતે સરકારની રચના કરવામાં આવી છે. તે જ મોડેલથી ગુજરાતમાં પણ સરકારની રચના કરવામાં આવશે. જેમાં મળતી માહિતી પ્રમાણે એક મુખ્ય પ્રધાન બે નાયબ મુખ્યપ્રધાન ની નિમણૂક કરવામાં આવશે.
સરકારમાં 2 નાયબ મુખ્યપ્રધાન હશે
ગુજરાતમાં ઉત્તર પ્રદેશ મોડલને અનુસરીને ભાજપ પક્ષ દ્વારા મુખ્ય પ્રધાનોની નિમણૂક થશે અને રાજકીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં બે નાયબ મુખ્યપ્રધાન પૈકી એક નાયબ મુખ્યપ્રધાન ઓબીસી સમાજવાદી હશે અને બીજા નાયબ મુખ્યપ્રધાન તરીકે આદિવાસી સમાજના ધારાસભ્યની નિમણૂક કરવામાં આવશે. આમ પ્રથમ વખત ગુજરાતમાં બે નાયબ મુખ્ય પ્રધાન તરીકેની સરકાર સામે આવશે.
ક્યાં પ્રધાનો કપાઈ શકે છે
- ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- વિભાવરીબેન દવે
- યોગેશ પટેલ
- કિશોર કાનાણી
- વાસણ આહીર
- પુરષોત્તમ સોલંકી
- કૌશિક પટેલ
નવા મંત્રીમંડળમાં સંભવિત ચહેરાઓ
- પુરણેશ મોદી
- આર.સી. ફળદુ
- નીતિન પટેલ
- રાજેન્દ્ર ત્રિવેદી
- પ્રદીપસિંહ જાડેજા
- સૌરભ પટેલ
- જયેશ રાદડિયા
- કુંવરજી બાવળિયા
- જીતુ વાઘાણી
- જવાહર ચાવડા
- ગણપત વસાવા
- નીમાબેન આચાર્ય