- રાજ્યના ખેડૂતો (Farmers) માટે રાજ્ય સરકારે (State Government) કરી મહત્ત્વની જાહેરાત
- રાજ્યના ખેડૂતો (Farmers)ને પ્લાસ્ટિકના ડ્રમ અને ટબ (Plastic Drum and Tub) વિનામૂલ્યે આપવામાં આવશે
- ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ (I-Khedut Portal) પર 31 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે
- 200 લીટરનું એક પ્લાસ્ટિક ડ્રમ (Plastic Drum) અને 10 લિટરના બે પ્લાસ્ટિકના ટબ (Plastic Tub)નું વિનામૂલ્યે વિતરણ કરાશે
ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે (State Government) ફરી એક વાર મહત્ત્વની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યના ખેડૂતોને વિનામૂલ્યે ડ્રમ અને ટબનું વિતરણ કરવામાં આવશે. આ લાભ મેળવવા માટે ખેડૂતોએ 31 ઓગસ્ટ સુધી રાજ્ય સરકારને ઓનલાઈન અરજી કરવી પડશે. ખેડૂતે આ માટે સરકારને આઈ-ખેડૂત પોર્ટલ (I-Khedut Portal) પર અરજી કરવી પડશે.
આ પણ વાંચો- સ્ક્રેપ પોલિસી: જૂના વાહનોને ભંગાર જાહેર કરવા પર તેના માલિકને કેટલો ફાયદો થશે?
પ્લાસ્ટિકના ડ્રમ અને ટબનું વિનામૂલ્યે વિતરણ કરાશે
આ યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ (I-Khedut Portal) પર અરજી કરેલી પાત્રતા ધરાવતા રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ (Multi purpose) ઉપયોગ હેતુ 200 લીટરનું એક પ્લાસ્ટિક ડ્રમ (Plastic Drum) અને 10 લિટરના બે પ્લાસ્ટીકના ટબનું (Plastic Tub) વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચો- SBIએ ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે ‘SIM Binding’ ફિચર લોન્ચ કર્યું
દિવ્યાંગ અને મહિલા ખેડૂતોને અગ્રીમતા અપાશે
પાત્રતા ધરાવતા દિવ્યાંગ ખેડૂતો અને મહિલા ખેડૂતોની અરજીઓને અગ્રીમતા આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ (I-Khedut Portal) પર અરજી કરી તેની પ્રિન્ટ કાઢી સહી/અંગૂઠો કરી, લાગુ પડતા આધારો સાથે ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી (ખેતી)/તાલુકા અમલીકરણ અધિકારીની કચેરીને અરજી કર્યાના સાત દિવસમાં મોકલી આપવાની રહેશે.
એક ખાતા દીઠ એક જ સહાય
અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત ખાતાના કિસ્સામાં એક ખાતાદીઠ એક જ ખેડૂતને તથા એકથી વધુ ખાતાના કિસ્સામાં એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે લાભ મળવાપાત્ર થશે.