ETV Bharat / city

સરકારે ખાનગી હોસ્પિટલોને બચાવવા મોતનું સેન્ટર અમદાવાદ સિવિલને બનાવ્યું: ઈમરાન ખેડાવાલા - Total death from corona

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 21,920 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાંથી કોરોનાને કારણે 970 અને અન્ય બીમારીથી 20,950 દર્દીઓના મોત થયા છે. ત્યારે જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભા ગૃહમાં સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર મોતના આંકડાઓ છુપાવી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં મોતના આંકડા છુપાવવા માટે અમદાવાદ સિવિલ પર મોતના આંકડા દર્શાવે છે.

મોતના આંકડા સરકાર છુપાવી રહી હોવાનો ઈમરાન ખેડાવાલાએ કર્યો આક્ષેપ

author img

By

Published : Mar 24, 2021, 6:04 PM IST

  • રાજ્યમાં કોરોનાથી કુલ 4458 દર્દીઓના મોત થયાં
  • અમદાવાદ સિવિલમાં કોરોનાથી કુલ 970 દર્દીઓના થયા મોત
  • મોતના આંકડા સરકાર છુપાવી રહી હોવાનો ઈમરાન ખેડાવાલાએ કર્યો આક્ષેપ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલમાં કોરોનાથી કેટલા દર્દીઓના મોત થયા છે જેને લઇને વિધાનસભામાં કોંગ્રેસે પ્રશ્ન પૂછ્યો હતો. જેમનો જવાબ આપતા સરકારે કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 970 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 4458 દર્દીઓના મોત થયા છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં કુલ 21,920 દર્દીઓના મોત થયા

વિધાનસભા ગૃહમાં જમાલપુર ખડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મોત થયેલા દર્દીઓનો આંકડો છુપાવવા માટે સરકાર અમદાવાદ સિવિલ પર ઠીકરું ફોડી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં જેટલા દર્દીઓના મોત થયા છે. તેમાંથી કેટલાય મોતના આંકડા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ચોપડે દર્શાવવામાં આવ્યા છે. જેમાં પણ સાચો આંકડો સરકાર દર્શાવતી નહીં હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સરકારે વિધાનસભામાં કહું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 970 દર્દીઓના મોત થયા છે. જ્યારે અન્ય બીમારીઓથી 20,950 દર્દીઓના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં કુલ 21,920 દર્દીઓના મોત થયા છે.

મોતના આંકડા સરકાર છુપાવી રહી હોવાનો ઈમરાન ખેડાવાલાએ કર્યો આક્ષેપ

આ પણ વાંચોઃ છેલ્લા 2 વર્ષમાં સિક ન્યુબોર્ન કેર યુનિટમાં 13,496 બાળકોના મોત

સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોના નિકાલને લઈને સરકારે આપ્યો જવાબ

સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોના નિકાલને લઈને કહ્યું કે, પોસ્ટમોર્ટમ બાદ બિનવારસી મૃતદેહના નિકાલ માટે સાહસ સોલ્યુશન નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. તેમણે વર્ષ 2019માં 592 મૃતદેહનો નિકાલ કર્યો છે. જે માટે એજન્સીને રૂપિયા 4,11,695ની રકમ ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ 2020માં 606 બિનવારસી મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો છે, જે માટે રૂપિયા 4,17,840ની રકમ ચૂકવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.