- રાજ્યમાં મહિલાઓના નામે દસ્તાવેજમાં સરકાર માફ કર્યા સરચાર્જ
- રાજ્ય સરકારે 1700 કરોડની આવક જતી કરી
- રાજ્ય સરકારે મહિલાઓના નામે દસ્તાવેજ કરનાર પર સરચાર્જ નાબૂદ કર્યો
ગાંધીનગરઃ કૌશિક પટેલે ETVBharat સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણા સમયથી રાજ્ય સરકારે મહિલાઓના નામે થતાં દસ્તાવેજ પર સરચાર્જ નાબૂદ કર્યો છે. રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો ચાર્જ મહિલાઓના નામે દસ્તાવેજ કરવામાં આવે તો લેવાતો નથી, જેથી રાજ્ય સરકારે છેલ્લા આઠ વર્ષમાં 1700 કરોડ રૂપિયા જતાં કર્યા છે.
25 લાખ દસ્તાવેજ થયાં, 23 લાખ મહિલાઓ લાભ લીધો
કૌશિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મહિલાઓના નામે કુલ 25 લાખ જેટલા દસ્તાવેજો કરવામાં આવ્યાં છે. જેમાં તે 23 લાખથી વધુ મહિલાઓએ 0 સરચાર્જ સ્કીમનો લાભ લીધો છે. આમ રાજ્યમાં ઝીરો સરચાર્જની સ્કીમમાં મહિલાઓના નામે વધુ દસ્તાવેજો થઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓના નામે દસ્તાવેજ માટે 100 રૂપિયામાં સ્ટેમ્પ ડ્યુટી બાબતે કૌશિક પટેલનો જવાબ
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓના નામે દસ્તાવેજ કરવા 100 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની જાહેરાત બાબતે કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આવી કોઇપણ પ્રકારની જાહેરાત કરી ન હતી. જો કેન્દ્ર સરકારે જાહેરાત કરી હોય તો હજુ રાજ્ય સરકારને લેખિતમાં કંઈ પ્રાપ્ત થયું નથી.
લોકડાઉન દરમિયાન અને અનલોક સીઝનમાં 7 મહિનામાં કુલ 5,16,509 દસ્તાવેજ થયાં
કોરોનાના કહેરમાં લોકડાઉન દરમિયાન અને અનલોક દરમિયાન રાજ્યમાં છેલ્લાં 7 મહિનામાં કુલ 6,16,509 જેટલા દસ્તાવેજ કરવામાં આવ્યાં છે, ત્યારે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીથી 2710 કરોડની આવક નોંધાઈ છે. જ્યારે દસ્તાવેજ નોંધણીપેટે 389 કરોડની એમ કુલ મળીને 3099 કરોડની આવક સરકારી તિજોરીમાં આવી છે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ એહવાલ...