ETV Bharat / city

દુનિયાભરમાં ગુજરાત બ્રાન્ડ છવાઈ જાય તે માટે સરકારે નવી ગુજરાત સોલાર પોલિસી જાહેર કરી

author img

By

Published : Dec 29, 2020, 2:51 PM IST

Updated : Dec 29, 2020, 3:28 PM IST

ગુજરાત સરકારની જૂની સોલાર પોલિસી 31 ડિસેમ્બરે પૂર્ણ થતી હોવાથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી સોલાર પોલિસીની જાહેરાત કરી છે, જેમાં નવી પોલિસી પ્રમાણે ગુજરાતના ઉદ્યોગકારોની પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય અને દુનિયાભરમાં ગુજરાત બ્રાન્ડ છવાઈ જાય તેવા ઉદ્દેશથી નવી સોલાર પોલિસી 2021ની જાહેરાત કરવામાં આવી છે. આ પોલિસીમાં રાજ્યનો કોઈ પણ વ્યક્તિ, ખાનગી કંપની, ખાનગી સંસ્થા દ્વારા વીજળી ઉત્પાદન કરી શકાશે.

દુનિયાભરમાં ગુજરાત બ્રાન્ડ છવાઈ જાય તે માટે સરકારે નવી ગુજરાત સોલાર પોલિસી જાહેર કરી, શું છે મહત્ત્વ? જુઓ....

  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી નવી સોલાર પોલિસી
  • રાજ્યમાં હવે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા વીજળી ઉપન્ન કરી શકશે
  • ઉત્પન્ન કરેલી વધારાની વીજળી રાજ્ય સરકારને વેચી પણ શકશે

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સોલાર પોલિસી 2021ની જાહેરાત કરી હતી, જેમાં મહત્ત્વની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ ખાનગી સંસ્થા અથવા તો કોઈ પણ ટ્રસ્ટ વીજળીનું ઉત્પાદન કરી શકશે અને વધારાની વીજળી રાજ્ય સરકારને વેચી પણ શકશે..

મેડ ઈન ગુજરાત પ્લાન્ટ દેશ ભરમાં છવાઈ જશેઃ મુખ્યપ્રધાન

સરકારે જાહેર કરેલી સોલાર પોલિસીની મહત્ત્વની બાબતોઃ

  • સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેક્શન્ડ લોડ અથવા કોન્ટ્રેક્ટ ડિમાન્ડના 50 ટકાની હાલની લિમિટ દૂર કરવામાં આવી છે.
  • ગ્રાહકો તેમની જગ્યા પર સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે તેમની છઠ્ઠા અથવા તો જગ્યા જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે.
  • વીજ કંપનીઓને PPA માટે આપવાની સિક્યુરિટી ડિપોઝિટની રકમ પ્રતિ મેગાવોટ રૂપિયા 25 લાખથી ઘટાડીને રૂપિયા 5 લાખ પ્રતિ મેગાવોટ અને કરવામાં આવી છે.
  • નવી સોલર પાવર પોલિસી 5 વર્ષ સુધી એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે. આ નીતિ હેઠળ સ્થાપિત સોલાર પ્રોજેક્ટના લાભ 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે.
  • એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના કેપ્ટન વપરાશ માટે સામૂહિક મૂડી રોકાણથી સોલાર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે.

સોલાર ઊર્જાનો વ્યાપ વધે અને સસ્તા દરે વીજળી મળે તે માટે નવી પોલિસીઃ CM રૂપાણી

સોલાર પોલિસીની જાહેરાત અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સોલાર ઊર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી 2015માં કાર્યવાહી કરી હતી. આ નીતિને મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આગામી નવી ગુજરાત સોલર પાવર પોલિસી 2021ને અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ ઉત્પાદન વધવાથી ઉદ્યોગકારોની પ્રોડક્શન કોસ્ટ નીચી જશે અને મેડ ઈન ગુજરાત પ્લાન્ટ ગુજરાતમાં સહિત સમગ્ર દેશ દુનિયામાં છવાઈ જાય તેવી પણ આશા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે.

રાજ્યને ગ્રીન એન્ડ ક્લિન એનર્જી હબ બનાવવાનું આયોજન

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત મોડેલ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે મહત્ત્વનું પૂરવાર થયું છે. આજે અભિગમને રાજ્ય સરકારે આગળ વધારીને ગ્રીન એન્ડ ગ્રીન એનર્જીના નિર્માણ થકી ગુજરાત રાજ્યની ગ્રીન એનર્જી હબ બનાવવા માટેનું પણ આ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના પરિણામરૂપે આ નવી ગુજરાત સોલાર પોલિસી 2021ની જાહેરાત કરવામાં આવી છે, જે આવનારા સમયમાં રિન્યૂએબલ ઊર્જામાં દેશને નવો રસ્તો બતાવશે.

નાના પાયાના સોલાર પ્રોજેકટને પ્રોત્સાહન મળશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, નાના પાયાના સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવા માટે વિઝા નિયમો હવે આ નાના પાયાના સોલર પ્રોજેક્ટ ચાર મેગાવોટ સુધીમાં થી બીડ દ્વારા નકકી થયેલા ઉપરાંત 20 પૈસા પ્રતિયુનિટ વધુ ચૂકવી જ ખરીદી કરશે. જ્યારે ચાર મેગા વોટથી વધારાની કેપેસિટીના પ્રોજેક્ટ માટે વિવિધ કંપનીઓ દ્વારા બીડ હેઠળ ખરીદી કરવામાં આવશે. પ્રોજેક્ટના કાર્યમંત્રી થયાના અગાઉના છ મહિનામાં GUVNL દ્વારા નોન પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા દ્વારા શોધાયેલી અને કરાર કરાયેલી સરેરાશ ટેરિફના 75 ટકાના દરે વધારાની ઊર્જાની ખરીદી કરાશે, જે બાકીના સમયગાળા માટે નિશ્ચિત રહેશે.

Last Updated : Dec 29, 2020, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.