- રાજ્યમાં જીઆઇડીસીમાં 2114 ઉદ્યોગો થયા બંધ
- સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યું
- કોંગ્રેસના જવાબ દરમિયાન સરકારે આપી માહિતી
- ઉદ્યોગ બંધ થવાના મહત્વના કારણો ક્યાં?
ગાંધીનગર :કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગો બંધ થવાના કારણ આપતા જણાવ્યું હતું કે મોટાભાગની જીઆઇડીસી કોંગ્રેસના કાર્યકાળમાં સ્થપાયેલી છે. ભાજપ સરકારના શાસનમાં જીઆઈડીસીમાં નવા ઉદ્યોગો માટે પ્રોત્સાહક યોજનાઓ અને નીતિઓના અભાવના કારણે જીઆઇડીસીમાં ઉદ્યોગો મૃતપ્રાય અવસ્થામાં હોવાના આક્ષેપો કર્યા હતાં. સાથે જ રાજ્યમાં તાપી અને ડાંગ જિલ્લામાં એક પણ જીઆઇડીસી કાર્યરત ન હોવાની વાત પણ કોંગ્રેસે કરી છે જ્યારે ઉત્પાદનના માગમાં ઘટાડો અંગત કારણોસર અને નાણાકીય બાબતો વગેરેના કારણોસર બંધ ઉદ્યોગોની સંખ્યા 2114 થઈ હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.
- સૌથી વધુ ઉદ્યોગો અમદાવાદમાં બંધ થયાં
ગુજરાત વિધાનસભામાં માહિતી બહાર આવી છે જેમાં જીઆઇડીસીમાં સૌથી વધુ ઉદ્યોગો અમદાવાદ શહેરમાં બંધ થયાં છે. અમદાવાદ શહેરમાં કુલ 14 જેટલી જીઆઇડીસી કાર્યરત છે જેમાં 229 લાખ ઉદ્યોગો છેલ્લા બે વર્ષમાં બંધ થયાં છે. જ્યારે સૌથી ઓછા ઉદ્યોગો અમરેલી જિલ્લામાં એક જ ઉદ્યોગ બંધ થયો હોવાની વાત સામે આવી છે. આમ સૌથી વધુ અમદાવાદમાં 229 ત્યારબાદ વલસાડમાં 192 ઉદ્યોગ અને સુરતમાં 180 જેટલા ઉદ્યોગો બંધ થયાં છે.
- ખનીજ ચોરીમાં 10,3887.09 કરોડ દંડની વસૂલી બાકી
આ ઉપરાંત જીઆઇડીસી બાદ રાજ્યમાં ખનીજચોરી અન્વયે કરવામાં આવેલ દંડમાં કુલ 1946.58 કરોડ જેટલી માતબર રકમ વસૂલ કરવાની બાકી છે તે પૈકી બે વર્ષથી વસૂલવાની બાકી રકમ 907.70 કરોડ અને બે વર્ષ કરતા વધુ સમયથી વસૂલવાની બાકી રકમ 1038.87 કરોડ જેટલી માતબર રકમ વસૂલ કરવાની બાકી છે. આમ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા પકડાય ત્યારે દંડની રકમ ભરપાઇ કરતા ન હોવાનું અને રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા આ દંડની રકમ વસૂલ કરીને સંતોષ માનતા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષે કર્યાં હતાં.
સરકારે માન્યું : છેલ્લાં 2 વર્ષમાં GIDCમાં 2114 ઉદ્યોગો બંધ થયાં
ગુજરાત સરકાર દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને અનેક પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સવાલ કર્યા હતા કે છેલ્લા બે વર્ષમાં જીઆઇડીસીમાં કેટલા ઉદ્યોગો બંધ થયા છે અને બંધ ઉદ્યોગોની સંખ્યા માગવામાં આવી હતી. જે બાબતે રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષની અંદર રાજ્યમાં કુલ 2114 કેટલા ઉદ્યોગો બંધ થયાં છે.