ETV Bharat / city

GMC Sweeper Protest : કોર્પોરેશન ઓફિસ ખાતે કેમ ત્રણ વ્યક્તિએ ગટગટાવી લીધી ઝેરી દવા? - ગુજરાત સફાઇ કામદાર મહામંડળ

કાયમી કરવાના મુદ્દે વિરોધ કરતાં ગાંધીનગર કોર્પોરેશનના અમુક સફાઇકર્મીઓએ ઝેરી દવા ગટગટાવી (GMC Sweeper Protest ) લીધી છે. તેમની વાત શું છે અને તેમની શી સ્થિતિ છે તે વિશે જાણો અહેવાલમાં.

GMC Sweeper Protest : કોર્પોરેશન ઓફિસ ખાતે કેમ ત્રણ વ્યક્તિએ ગટગટાવી લીધી ઝેરી દવા?

author img

By

Published : May 2, 2022, 4:14 PM IST

ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા બે મહિનાથી સફાઈ કર્મચારીઓ વિરોધ (GMC Sweeper Protest ) કરી રહ્યા છે. તેઓની માંગ છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓને કાયમી (Problem of permanent employment of GMC Employees) કરવામાં આવે. આ બાબતે અનેક વખત આંદોલન અને ધરણાં સાથે અનેક અલગ-અલગ પ્રકારના વિરોધ પણ કર્યા છે. ત્યારે આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી વખત રજૂઆત કરતાં દરમિયાન ત્રણ જેટલા સફાઈ કર્મચારીઓએ ઝેરી દવા (Sweepers of Gandhinagar Corporation swallowed poison) ગટગટાવી હતી.

ગાંધીનગર સિવિલમાં તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી

સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (GMC Sweeper Protest ) આજે ત્રણ જેટલા કર્મચારીઓએ ઝેરી દવા (Sweepers of Gandhinagar Corporation swallowed poison) ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સુરક્ષાને અને સલામતીને ધ્યાનમાં લઈને ગાંધીનગર પોલીસના ફરજ પર હાજર રહેલા સ્ટાફ દ્વારા ત્રણ જેટલા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital )ખાતે ખસેડવામાં આવ્યા હતાં અને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 131 Babasaheb Ambedkar Jayanti : પુષ્પાંજલિ કાર્યક્રમમાં સફાઈકર્મીની પ્રધાનને ધમકી, નોકરી પર પાછા લો નહીં તો હું ઝેર ખાઈશ

28 તારીખે આપ્યું હતું આવેદનપત્ર -છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનો કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવતા 28 એપ્રિલના રોજ તેઓએ ગુજરાત સફાઇ કામદાર મહામંડળના (Gujarat Safai Kamdar Mahamandal ) લેટરપેડ ઉપર આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેઓએ માંગ કરી હતી કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તેમજ ગાંધીનગર ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ ભાજપના આગેવાન દ્વારા આંદોલન સ્થળ ઉપર આવીને અમને 15,000 પગાર તેમ જ કોર્પોરેશનમાં સમાવેશ કરવાની (Problem of permanent employment of GMC Employees) મૌખિક બાહેંધરી આપી હતી. પરંતુ તે હજુ સુધી પૂર્ણ થઇ નથી. ત્યારે જો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 1 મે સુધીમાં કોઈ નિર્ણય નહીં કરે તો બીજી મેના દિવસે ઝેરી દવા પીવાની ચીમકી લેખિતમાં (GMC Sweeper Protest ) ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં સફાઈકર્મીઓની માગ ન સંતોષાતા આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારી

14 એપ્રિલે બની હતી ઘટના - 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતેની ઉજવણીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન પ્રદીપ પરમાર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હાજર હતાં. ત્યારે જ તે દરમિયાન એક સફાઈ કર્મચારીએ (GMC Sweeper Protest ) ત્યાં જાહેરમાં આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી. ત્યારે આજે ત્રણ જેટલા સફાઈ કર્મચારીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પોલીસ દ્વારા આ કર્મચારીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.