ETV Bharat / city

GMC Election: ત્રણેય પાર્ટીઓનો પુરજોશ પ્રચાર, ભાજપનો ભવ્ય રોડ શો, કોંગ્રેસ અને આપે કરી રેલીઓ

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણી (GMC Election) 3 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. ત્યારે આજે રાજકીય પક્ષો માટે જોરશોરથી પ્રચાર કરવાનો છેલ્લો દિવસ છે. ભાજપે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ સાથે 20 કિલોમીટર લાંબો અને ભવ્ય રોડ શો કર્યો હતો. તો કોંગ્રેસ અને આપે તમામ વોર્ડમાં રેલીઓનું આયોજન કર્યું હતું.

GMC Election: ત્રણેય પાર્ટીઓનો પુરજોશ પ્રચાર, ભાજપનો ભવ્ય રોડ શો, કોંગ્રેસ અને આપે કરી રેલીઓ
GMC Election: ત્રણેય પાર્ટીઓનો પુરજોશ પ્રચાર, ભાજપનો ભવ્ય રોડ શો, કોંગ્રેસ અને આપે કરી રેલીઓ
author img

By

Published : Oct 1, 2021, 5:33 PM IST

  • ભાજપના રોડ શોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જોડાયાં
  • કોંગ્રેસે ભાજપ પહેલા પેથાપુરથી રેલી કરી
  • આમ આદમી પાર્ટીએ તમામ વોર્ડમાં નાની રેલીઓ કરી
  • પ્રચાર પડઘમ શાંત થતાં પહેલા ત્રણેય પાર્ટીઓએ મતદારોને રાજી કરવા જોર લગાવ્યું

ગાંધીનગરઃ ભાજપે (GMC Election) ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભવ્ય રોડ શોનું આયોજન પેથાપુરથી કુડાસણ સુધી કર્યું છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા એડીચોટીનું જોર ચૂંટણી પ્રચારને લઈને લગાવવામાં આવી રહ્યું છે. ભાજપનો આ ભવ્ય રોડ શૉ 20 કિલોમીટર લાંબો હતો. જેમાં ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના તમામ રૂટને આવરી લેવામાં આવ્યાં છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ આ ચૂંટણી રેલીમાં જોડાયાં હતાં. એ પહેલાં કોંગ્રેસે પેથાપુરથી અમિત ચાવડાની આગેવાનીમાં રેલી કરી જ્યારે આમ આદમી પાર્ટીઓ તમામ વોર્ડમાં રેલીઓ કરી મતદાતાઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો.

રેલીઓનો ધમધમાટ

કોર્પોરેશનની ચૂંટણીનો (GMC Election) અંતિમ જંગ જામ્યો છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓ યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગરની જનતાના મત મેળવવાના હેતુસર કોંગ્રેસેે પેથાપુરથી ભવ્ય રોડ શોની શરૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીએ પુરજોશથી પ્રચાર કરતા ભાજપે પણ રોડ શોનું આયોજન કર્યું હતું તો સામે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં પેથાપુરથી કોંગ્રેસની રેલી યોજવામાં આવી હતી. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા જુદા જુદા વોર્ડમાં રેલીઓ યોજાઇ હતી.

ભાજપની રેલીનો 20 કિમી લાંબો રૂટ

આપે મનીષ સીસોદીયાના નેતૃત્વમાં બે દિવસ પહેલાં જ પેથાપુરમાં ભવ્ય રેલી કરી હતી ત્યારે ભાજપની ભવ્ય રેલીનો પ્રારંભ પણ પેથાપુર મહારાણા પ્રતાપ પ્રતિમાથી પ્રારંભ કરાયો હતો, ત્યાંથી આ રેલી ઘ સર્કલ પર પહોંચી હતી ત્યારબાદ ગ સર્કલ, ખ-5 સર્કલ કડી સર્વ વિદ્યાલયથી ઘ પાંચ બસ સ્ટેન્ડ, ઘ-3 પથિકાશ્રમ સર્કલ, સેક્ટર 3-એ, ગ-1 બસ સ્ટેન્ડ, સાર્થક મોલ સરગાસણ ચોકડી થઈ દીનદયાળ સર્કલ અને સરદાર પટેલ પ્રતિમા કુડાસણ પાસે રેલીની પુર્ણાહૂતિ થઈ હતી. ટુ વ્હીલર, ફોર વ્હીલ, ટ્રક અને કારના મોટા કાફલા સાથે આ રેલી યોજવામાં આવી હતી. મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આ રેલી યોજાઈ હતી.

ભાજપે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ સાથે 20 કિલોમીટર લાંબો અને ભવ્ય રોડ શો કર્યો
ભાજપે પેથાપુરથી ચૂંટણી રેલી યોજતા કોંગ્રેસે પણ ત્યાંથી જ અમિત ચાવડાની આગેવાનીમાં રેલીની શરૂઆત કરી અંતિમ દિવસે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર પણ જોવા મળ્યો હતો જેમાં પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં અંતિમ દિવસે પેથાપુરથી કોંગ્રેસની રેલી નીકળી હતી. કોંગ્રેસની રેલીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખૂદ હાજર રહ્યાં હતાં. જેમણે ત્યાં કહ્યું હતું કે, ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને પોલીસે રસ્તા બંધ કરી દીધા છે તેવો વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસ 28થી વધુ સીટો ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં હાંસલ કરશે" તેવું પણ તેમને જણાવ્યું હતું. જો કે કોંગ્રેસની અન્ય વોર્ડમાં પણ જુદી જુદી રેલીઓ ઉમેદવારો દ્વારા કાઢવામાં આવી હતી. આ રેલીઓમાં ઉમેદવારો સિવાય બીજો કોઈ મોટો નેતા જોવા નહોતો મળ્યો. જુદા-જુદા વોર્ડ અને મનપા વિસ્તારોમાં કોંગ્રેસની રેલી યોજવામાં આવી હતી.આમ આદમી પાર્ટીએ જુદી જ રીતે પ્રચાર કર્યો
આપ દ્વારા નાની-નાની રેલીઓ વિસ્તાર અને વોર્ડ પ્રમાણે યોજવામાં આવી

આમ આદમી પાર્ટીના તમામ વોર્ડમાં ત્યાંના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા નાની-નાની રેલીઓ વિસ્તાર અને વોર્ડ પ્રમાણે યોજવામાં આવી હતી. જેમાં તેઓ કાર અને બાઈક સાથે રેલીમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત વડોદરા અને સુરત જેવા શહેરોથી આપ દ્વારા કાર્યકર્તાઓ પ્રચાર માટે બોલાવવામાં આવ્યા હતા. આપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઝાડુ સાથે રેલીમાં જોડાયાં હતાં. આ સાથે સ્થાનિક લોકો સાથે પણ વાર્તાલાપ રેલીઓ દરમિયાન કર્યો હતો. જોકે આમ આદમી પાર્ટીની કોઈ મોટી રેલી એક જ વિસ્તારથી શરૂ કરી અન્ય વિસ્તાર સુધી નહોતી યોજાઈ પરંતુ આ રીતે તમામ વોર્ડમાં રેલીઓ કરી હતી.

આ પણ વાંચોઃ ગત વર્ષની જેમ આ વખતે અમારો એક પણ ઉમેદવાર જીતીને BJP માં નહીં જોડાય: સી.જે.ચાવડા

આ પણ વાંચોઃ ગાંધીનગરની જનતા BJPથી મુક્તિ ઈચ્છે છે, અત્યાર સુધી વિકલ્પ ન હતો, હવે AAP છે: મનીષ સિસોદિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.