ETV Bharat / city

ગરીમા પ્રોજેકટનું થયું લોન્ચિંગ, 3 લાખ મહિલાનો થશે સર્વે અને મહિલા સુરક્ષા વધુ મજબૂત કરાશે: હર્ષ સંઘવી - નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે પંડિત દિન યુનિવર્સિટી સાથે મળીને ગરીમા પ્રોજેક્ટનું લોન્ચિંગ થયુ હતું. પંડિત દિન દયાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને ત્રણ લાખથી વધુ મહિલાઓનું સર્વે કરશે. જો કોઈપણ સમસ્યા સામે આવશે તો તાત્કાલિક ધોરણે જે તે વિભાગ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તે સમસ્યાને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવશે.

ગરીમા પ્રોજેકટનું થયું લોન્ચિંગ, 3 લાખ મહિલાનો થશે સર્વે અને મહિલા સુરક્ષા વધુ મજબૂત કરાશે: હર્ષ સંઘવી

author img

By

Published : Oct 8, 2022, 10:30 PM IST

ગાંધીનગર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી મહિલાઓ પર તથા અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ (Grishma Vekaria massacre in Surat) પણ સામે આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે પંડિત દિન યુનિવર્સિટી સાથે મળીને ગરીમા પ્રોજેક્ટનું લોન્ચિંગ (Garima Project Launched) કરવામાં આવ્યું છે. જેમાં પંડિત દિન દયાલ યુનિવર્સિટીના (Pandit Din Dayal University) વિદ્યાર્થીઓ અને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને રાજ્યના ત્રણ લાખથી વધુ મહિલાઓનું સર્વે કરશે. આ સર્વેમાં જે પણ ખામી દેખાય તે તાત્કાલિક ધોરણે જે તે વિભાગ સાથે સંકલન કરીને તે ખામીને દૂર કરીને મહિલા સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવશે.

આજે પંડિત દિન યુનિવર્સિટી સાથે મળીને ગરીમા પ્રોજેક્ટનું લોન્ચિંગ થયુ હતું

30 પેજનું ફોર્મ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister of Gujarat) પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા જે ગરિમા યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યમાં ત્રણ લાખથી વધુ મહિલાઓનો સર્વે કરવામાં આવશે. આ મહિલા સર્વેના કામગીરીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓ પણ હશે. આ સાથે જ ગ્રામ્ય તાલુકા શહેર અને જિલ્લા કક્ષાએ આમ તમામ રીતે મહિલાઓનું સર્વે કરવામાં આવશે. આ મહિલાઓના સર્વેમાં કુલ 30 જેટલા પ્રશ્નોનું સંકલન કરીને એક પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી છે. ત્રણ લાખનો સર્વે પૂર્ણ થયા બાદ જે કોઈપણ સમસ્યા સામે આવશે તો તાત્કાલિક ધોરણે જે તે વિભાગ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તે સમસ્યાને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવશે.

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે અને કોઈપણ પ્રકારનું જોખમ નથી. જ્યારે કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીનીઓને જોઈએ પ્રશ્ન કર્યો હતો. તમે નવરાત્રીમાં કેટલા વાગ્યા સુધી ગરબા રમ્યા અને કેટલા વાગે ઘરે આવ્યા. સામેથી રાત્રીના બે વાગ્યે અથવા તો ત્રણ વાગે અથવા તો ચાર વાગે ઘરે પરત ફર્યા હોવાનું જવાબ મળ્યો હતો. હર્ષ સંઘવીએ પૂછ્યું હતું કે, આ સમય દરમિયાન તમારા માતા પિતા તમને લેવા આવ્યા હતા કે એકલા ઘરે પહોંચ્યા હતા. ત્યારે વિદ્યાર્થીનીઓએ એકલા ઘરે પહોંચ્યા હોવાનું પ્રતિઉત્તર આપ્યો હતો. ત્યારે જ કહ્યું કે આ ગુજરાત પોલીસની કામગીરી (Gujarat Police Operation ) જ સ્પષ્ટપણે દર્શાવે છે કે અડધી રાતે પણ મહિલા બેફિકર એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઈ શકે છે. આ જ એક મોટી સુરક્ષા છે.

પોલીસની નેગેટિવ કામગીરી જ લોકો જાણે છે: હર્ષ સંઘવી હર્ષ સંઘવીએ ગરીમા પ્રોજેક્ટ પર ચર્ચા કરતા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જાહેર જનતા પોલીસની નેગેટિવ કામગીરીથી ન જ જાણે છે. જ્યારે કોઈ પોલીસને ચાર રસ્તા ઉપર રોકી રાખ્યા ઉભા રહ્યા લાયસન્સ માંગ્યું, હેલ્મેટ માંગ્યું, આવી જ છાપ લોકો સુધી પડી છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં ક્યારેક કોઈ ગયા હોય ત્યારે કોઈ પ્રતિઉત્તર ના મળે તેવા પણ અનેક પ્રશ્નો સામે આવ્યા છે, પરંતુ હવે પોલીસ જ તમારા દ્વારા આવશે અને તમને કોઈ પણ સમસ્યા હશે. તેને તાત્કાલિક ધોરણે ઉકેલ પણ લાવવામાં આવશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ આમ ગુજરાતમાં અત્યારે મહિલાઓ માટે પણ પોલીસની શીટીમ (Police Sheteam work in Gujarat) કાર્યરત છે. આ સાથે જ સિનિયર સિટીઝન માટે પણ શીટીમ કાર્યરત છે. જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ (National Crime Records) મુજબ ગુજરાતનો ક્રમ 36માંથી મહિલા સુરક્ષામાં 33માં નંબરે આવે છે. તે હજુ પણ વધારીને 36માં નંબરે આવે તેવા પ્રયત્નો ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે. તેવી જાહેરાત પણ હર્ષ સંઘવીએ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.