- 4.5 લાખનું ચીટિંગ કરી ફરિયાદી પાસે પૈસા પડાવ્યા
- 2,000ની 58 લાખની નકલી નોટો બનાવવાના હતા આરોપીઓ
- ઇન્ફોસિટી અને સેક્ટર 7 પોલીસ સ્ટેશને 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
ગાંધીનગર: લોકો આસાનીથી પૈસા મેળવવા માટે અવનવા અખતરા કરતા હોય છે અને એટલે જે ચોર-ઠગોને પ્રોત્સાહન મળે છે. જિલ્લાના સેક્ટર 7માં એક વ્યક્તિએ ફરીયાદ નોંધાવી હતી કે તેની સાથે પૈસા ડબલ કરવાના નામે છેંતરપીંડી થઈ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
ગુનો બને તે પહેલા પોલીસે અટકાવ્યો
એલસીબી ટુને બાતમી મળતા તેમણે GJ 06 KH 2769 નંબરની ગાડી જપ્ત કરી હતી. તેમાં રુપિયા 2000ની બનાવટી નોટો બનાવવા સારું કુલ રૂપિયા 58 લાખના કટિંગ કરેલ બંડલના કાગળ મળી આવ્યા હતા. તેમની પાસેથી 4.5 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા હતા. આરોપીઓએ આ રૂપિયા શાહપુર પાસેથી એક વ્યક્તિને ડબલ કરવાની લાલચ આપીને પડાવ્યા હતા. 58 લાખની બનાવટી નોટો બનતા પહેલા પહેલા જ ગુનો અટકાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બે શખ્સો ઝડપાયા
જૂની નોટો નવી કરી આપવાની લાલચ
આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓએ ફરીયાદીને લાલચ આપી હતી કે તેમની જૂની નોટો તેમને આપી દો, તેમની પાસે એવું કેમિકલ છે કે જૂની નોટો નવી કરી આપે છે જેમ ATM માં હોય છે. જેમને ખાનભાઇ નામના વ્યક્તિ થ્રુ આપવા કહ્યું હતું. જેના પૈસા તમને ડબલ મળશે. જેના માટે કેમિકલ અને સાધનસામગ્રી લાવવાની છે. આવું કહી 4.5 લાખનું ચિટિંગ કર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી એક કાર, છ નંગ મોબાઇલ, બનાવટી ચલણી નોટોની સાઈઝના કાગળોના બંડલના 29 નંગ,નકેમિકલની બોટલ સહિતનો 7,93,300 રૂપિયાનો મુદ્દા માલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો : વડોદરા: યુવાન સાથે ઓનલાઈન ખરીદીમાં થઈ છેતરપીંડી