- ગાંધીનગર રથયાત્રા સમિતિ (Gandhinagar Rathyatra Committee) આ વર્ષે પણ પ્રતિકાત્મક રથયાત્રા (Symbolic Rathyatra) યોજશે
- ગાંધીનગર રથયાત્રા સમિતિ (Gandhinagar Rathyatra Committee)એ સરકાર પાસે લેખિત મંજૂરી (Written approval) માગી છે
- સરકારનો જવાબ આવે તે પહેલા સમિતિએ પ્રતિકાત્મક રથયાત્રા (Symbolic Rathyatra)નો કર્યો નિર્ણય
- પરંપરા મુજબ 37મી રથયાત્રા (Thirty-seventh Rathyatra ) સવારે 7 વાગ્યે પંચદેવ મંદિર (Panchdev Temple)થી શરૂ થશે
ગાંધીનગરઃ ગાંધીનગર રથયાત્રા સમિતિ (Gandhinagar Rathyatra Committee)એ કોરોનાની આ પરિસ્થિતિમાં પ્રતિકાત્મક રથયાત્રા (Symbolic Rathyatra) કાઢવાનું નક્કી કર્યું છે. જોકે, સમિતિનું કહેવું છે કે, તેમને સરકાર તરફથી મંજૂરી મળશે તેવી પૂરી આશા છે. આથી તેઓ રથયાત્રા યોજવા મક્કમ છે, પરંતુ આ પહેલા જ સમિતિએ પ્રતિકાત્મક રીતે રથયાત્રા યોજવાનું આયોજન કર્યું છે. સમિતિએ રથયાત્રાના રૂટ પણ નક્કી કરી લીધા છે. ગયા વર્ષે કોરોનાના કારણે પ્રતિકાત્મક રથયાત્રા (Symbolic Rathyatra) યોજવામાં આવી હતી. તે જ રીતે આ વર્ષે પણ પ્રતિકાત્મક રથયાત્રા યોજાશે. જોકે, સમિતિએ સરકાર પાસેથી લેખિતમાં મંજૂર માગી છે, પરંતુ હજી સુધી સરકાર તરફથી મંજૂર મળી ન હોવા છતા મંજૂરી મળશે તેવી સમિતિએ ખાતરી વ્યક્ત કરી હતી. એટલે કે 36 વર્ષથી યોજાતી રથયાત્રાની પરંપરા જાળવવા માટે નાના રૂટમાં 37મી રથયાત્રા યોજવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 144th Rathyatra : રથયાત્રા બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી, મંદિર ટ્રસ્ટી ઝાએ સીએમ રૂપાણીને આમંત્રણ આપ્યું
31 કિલોમીટર લાંબી રથયાત્રા આ વર્ષે 14 કિલોમીટરની રહેશે
ગાંધીનગરમાં યોજાનારી 37મી રથયાત્રા (Thirty-seventh Rathyatra ) આ વર્ષે 14 કિલોમીટરની જ રહેશે. જોકે, પરંપરા પ્રમાણે રથયાત્રા વર્ષોથી 31 કિલોમીટર લાંબી હોય છે, જેમાં ભક્તો માટે પ્રસાદ પણ રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે પ્રસાદ રાખવામાં નહીં આવે. રથયાત્રાના રૂટ (Route of Rathyatra) પ્રમાણે સવારે 7 વાગે પંચદેવ મંદિરથી સેક્ટર-22, હનુમાનજી મંદિરથી સેક્ટર 6 અને ત્યાંથી સેક્ટર- 29 થઈ પંચદેવ મંદિરથી રથયાત્રા નીજ મંદિર પરત ફરશે. જોકે, આ પહેલાં જલારામ મંદિર રથયાત્રા જશે, જ્યાં 20 મિનિટ રથ રોકાશે. ઓછા રૂટમાં આ રથયાત્રા યોજાશે. આરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકો માટે રથના દર્શન નિજ મંદિરે ખૂલ્લાં રહેશે.
ભગવાનના એક જ રથ અને 5 વાહન સાથે યોજાશે રથયાત્રા
દર વર્ષે બે જેટલા રથ, હાથી, મોટી જનમેદની અને ભગવાનનો પ્રસાદ પણ રથયાત્રામાં લોકોને આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે ભગવાનના એક જ રથ સાથે રથયાત્રા ફરશે અને પ્રસાદ રાખવામાં નથી આવ્યો. આ અંગે વધુમાં માહિતી આપતા રથયાત્રા સમિતિના મંત્રી દિનેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, સત્તાવાર રીતે પરવાનગી હોય કે ન હોય સરકાર સમજતી જ હોય છે. ભક્તોની લાગણી દુભાય નહીં એટલે પ્રતિકાત્મક રીતે રથયાત્રા યોજાશે, જેમાં 4થી 5 વાહનો રહેશે. આગળ પાછળ રહેલા વાહનો થકી જે લોકો ભગવાનના દર્શન માટે આવશે. તેમને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)નું પાલન કરવા અંગે પણ સૂચન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ પાલન પણ રથયાત્રામાં થાય તે પ્રકારનું સમિતિ દ્વારા ધ્યાન રાખવામાં આવશે.