ETV Bharat / city

ગુજરાતની રક્ષાશક્તિ અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો, ગૃહપ્રધાને માન્યો કેન્દ્રનો આભાર

આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય ચોમાસુ સત્ર શરૂ થયું છે જેમાં અલગઅલગ મુદ્દાઓને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવશે. ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બે અલગ અલગ યુનિવર્સિટીઓને લઈને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતની ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. આ અંગે લોકસભામાં બિલ પસાર થયું છે. અમદાવાદના ન્યૂ મેન્ટલ વિસ્તારમાં તાત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સર્વપ્રથમ એવી રક્ષાશક્તિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને પણ રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો કેન્દ્ર સરકાર દ્વારા દરજ્જો અપાયો છે. જેનું વડું મથક ગાંધીનગરમાં રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને ફાળવવામાં આવશે.

ગુજરાતની રક્ષાશક્તિ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો, ગૃહપ્રધાને માન્યો કેન્દ્રનો આભાર

author img

By

Published : Sep 21, 2020, 1:28 PM IST

Updated : Sep 21, 2020, 2:41 PM IST

ગાંધીનગરઃ ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને લઈને ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. જાડેજાએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણય માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આભાર વ્યક્ત કરતા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે કેન્દ્રીય યુનિવર્સિટીનું વડુંમથક ગાંધીનગર ખાતે રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાનો દરજજો મેળવી રહી છે. આ માટે લોકસભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને લોકસભામાં પસાર પણ કરવામાં આવ્યું છે. જે ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત અને તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત જણાવી છે.

ગુજરાતની રક્ષાશક્તિ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો, ગૃહપ્રધાને માન્યો કેન્દ્રનો આભાર

આ બિલના માધ્યમથી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. સાથે જ ઇન્સ્ટિટયૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે રાષ્ટ્રીય મહત્વની શૈક્ષણિક સંસ્થા તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરતી એક શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો આપવાથી પોલીસની પ્રબળ શક્તિમાં વધારો થશે તેવું જણાવ્યું છે.

આમ, ગુજરાતની ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. આ અંગે લોકસભામાં બિલ પસાર થયું છે. અમદાવાદના ન્યૂ મેન્ટલ વિસ્તારમાં તાત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સર્વપ્રથમ એવી રક્ષાશક્તિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને પણ રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો કેન્દ્ર સરકાર દ્વારા દરજ્જો અપાયો છે. જેનું વડું મથક ગાંધીનગરમાં રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને ફાળવવામાં આવશે. બીજી તરફ ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે સ્ટડી અને રિસર્ચનો વ્યાપારમાં વધારો કરવામાં આવ્યો છે તેને પણ પ્રદીપસિંહ જાડેજાએ બિરદાવી હતી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેવું જણાવવામાં આવતાં ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Last Updated : Sep 21, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.