ETV Bharat / city

રાજ્યના ચાર મહાનગરોમાં 3 મે સુધી માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાન જ ખુલ્લી રહેશે

રાજ્ય સરકાર હવે બોખલાઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા ઉતાવળીયા નિર્ણયો લેવામાં આવતા હોય તેવું સામે આવી રહ્યું છે. ગઈકાલ સાંજે ચાર મહાનગરોમાં તમામ ચીજવસ્તુઓ અને દુકાન ખોલવાનો આદેશ આપ્યા બાદ પરત લીધો હતો અને માત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ashwinikumar_
ashwinikumar_
author img

By

Published : Apr 26, 2020, 7:10 PM IST

ગાંધીનગરઃ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી 3મે સુધી સમગ્ર દુકાનો ચાલુ કરવા દેવામાં આવશે નહિ. ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ ચર્ચા-વિચારણા બાદ રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી પછી જ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત પણે નિર્ણય કર્યો છે.

રાજ્યના ચાર મહાનગરોમાં 3 મે સુધી માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાન જ ખુલ્લી રહેશે

લોકડાઉનના સમય દરમિયાન આ મહાનગરોમાં અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી ચીજવસ્તુઓ દૂધ, કરિયાણું, શાકભાજી અને અન્ય આવશ્યક વસ્તુઓ, દવાઓની દુકાનો જ માત્ર ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં અન્ય જે વિસ્તારો અને જિલ્લાઓમાં રવિવાર 26 એપ્રિલથી ધંધા-વ્યવસાયો શરૂ કરવાની રાજ્ય સરકારે જે છૂટછાટ આપી છે તેમાં પણ મોલ, માર્કેટીંગ, કોમ્પલેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યૂટીપાર્લર, પાન, ગુટકા, બીડીનું વેચાણ કરતી દુકાનો, ટી સ્ટોલ કે, હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહિ.

ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવાઓ ઉબેર કે, અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહિ. રાજ્યમાં 66 લાખ અંત્યોદય અને PHH પરિવારો જે NFSAનો લાભ મેળવે છે તેમને વિનામૂલ્યે વ્યકિત દિઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વિતરણની રાજ્ય સરકારની યોજના અન્વયે અત્યાર સુધીમાં 15 લાખ કાર્ડધારકોએ લાભ મેળવ્યો છે. ખાનગી ક્ષેત્રના 73 પ્રોજેકટસમાં 7500 શ્રમિકોને કામ મળ્યું છે તથા સરકારના નિયમાનુસાર આવા શ્રમિકોની રહેવા-જમવાની વ્યવસ્થા સાઇટ પર ઇન-સી-ટુ કરવામાં આવી છે.

રાજ્યના માર્કેટયાર્ડ બજારોમાં અનાજ ખેત ઉત્પાદનોના વેચાણ માટેની આવકની વિગતો આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં 6 લાખ 89 હજાર કવીન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે. આ ખેત ઉત્પાદનોમાં મુખ્યત્વે ઘઉં 3,48,042 કવીન્ટલ, એરંડા 1,89,567 કવીન્ટલ અને રાયડો 36,095 કવીન્ટલનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.