- બાળ આયોગ દ્વારા 'અમારું બાળક કોરોનામુક્ત બાળક'નું સૂત્ર અપાયું
- ત્રીજી લહેરને લઈને ગ્રામ્ય કક્ષા સુધી તૈયારીઓ કરાઈ
- જિલ્લા તાલુકા અને ગ્રામકક્ષાએ કમિટીની રચના કરવામાં આવી
- એઇમ્સ ડિરેકટર દ્વારા ત્રીજી લહેર નહીં આવે તેવી કરાઈ છે જાહેરાત
ગાંધીનગર : બાળ આયોગના ચેર પર્સન જાગૃતિબેન પંડ્યાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે બાળ આયોગ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય કક્ષાએ તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ તમામ અધિકારીઓ રાજકીય પક્ષના આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.. ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બરના રોજ દિલ્હી aiimsના ડિરેક્ટર ડો ગુલેરીયાએ પણ જાહેરાત કરી છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તેમ છતાં પણ બાળ આયોગ દ્વારા તમામ પ્રકારના પ્રિકોશન રાખવામાં આવ્યાં છે.
બીજી લહેર દરમિયાન રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા આપવામાં આવી હતી સૂચના
બીજી લહેરમાં જે રીતે બાળકો સંક્રમિત થઈ રહ્યાં હતાં તેને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા તમામ રાજ્યના બાળ આયોગે એક પણ રાજ્યોમાં બાળકો કોરોના સંક્રમિત ન થાય તે માટે વિશેષ તકેદારી સાથે આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને જ ગુજરાત રાજ્યના બાળ આયોગ દ્વારા પણ 'અમારું બાળક કોરોનામુક્ત બાળક'નું સૂત્ર આપીને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં બાળકોના સ્પેશિયલ ડોક્ટર પ્રાપ્ત થાય તે બાબતનું સુચારું આયોજન પણ આરોગ્ય વિભાગ સાથે મળી કરવામાં આવ્યું હતું.
થ્રીલેયર સિસ્ટમનો ઉપયોગ
ગુજરાતના બાળ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 33 જિલ્લાઓમાં બાળકોને કોરોનામુક્ત રાખવા માટે સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ જિલ્લાસ્તરે ત્યારબાદ તાલુકા અને પછી ગ્રામ્યકક્ષાએ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના 18 હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં એક ગ્રામ્ય સમિતિ બનાવવામાં આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાના પ્રિન્સિપાલ, સરપંચ અને ગ્રામ્ય આરોગ્ય અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં વેકસીનેશન થાય તે બાબતે સૂચના અપાઈ
ગ્રામ્ય વિસ્તારોમાં અઢાર વર્ષની ઉંમરના તમામ વ્યક્તિઓને વધુમાં વધુ ઝડપી રસીકરણ થાય તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું જો 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોનું રસીકરણ થાય તો તમામ લોકોને એન્ટીબોડી ક્રિએટ થાય છે. આમ જો 18 વર્ષથી વધુની વયના લોકોએ એન્ટીબોડી ક્રિએટ થાય તો કોરોના થવાના ચાન્સ ઘટી જાય છે. તેને ધ્યાનમાં લઈને બાળકોમાં પણ કોરોના થવાની ઘટના ઓછી બને છે. આમ તો તમામ લોકોને કોરોના રસીકરણ થઈ જાય તો બાળકોને સંક્રમણ થાય નહીં આ બાબતનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
બરોડાથી કરાઈ હતી શરૂઆત
સૌપ્રથમ બરોડા જિલ્લાથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોમાં તબક્કાવાર આ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો. હવે સંપૂર્ણ રાજ્યમાં આ યોજના પ્રમાણે તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીને 300 જેટલા બાળકોના ડોક્ટરોને પણ સાંકળવામાં આવ્યાં છે. સાથે જ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોની વિગત અને ગ્રામ્ય જાહેર રસ્તા અને મુખ્ય રસ્તા પર 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અને 'અમારું બાળક કોરોનામુક્ત બાળક'ના સૂત્રો પણ લગાવવામાં આવ્યાં છે. જ્યારે ગામના મુખ્ય રસ્તા પર ડોક્ટરના નંબર સાથે કોરોનાના સામાન્ય લક્ષણો વિશે પણ ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ Corona Update: છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કોરોના કેસ નોંધાયા, 282ના મૃત્યું
આ પણ વાંચોઃ કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો