- ગાંધીનગર શહેરમાં આવેલી છે કુલ 49 સ્કૂલો
- ત્રુટિ જણાતા ફાયર વિભાગ એક્શન પણ લેશે
- જિલ્લા શિક્ષણ અધિકારી પણ કરી શકશે ચેકીંગ
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલા નિર્ણય અનુસાર 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહીં. પરંતુ, આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. આ નિયમને આધારે સરકારના ફાયરના નવા નિયમો મુજબ ગાંધીનગર શહેરમાં 30 સ્કૂલોને ફાયર NOCની જરૂર નહીં. જોકે, ગાંધીનગરમાં 49 સ્કૂલો છે જેમાંથી 19 સ્કૂલોએ ફાયર NOC લેવી પડશે. જોકે અત્યારે આ સ્કૂલો પાસે ફાયરને લગતી સુવિધાઓ છે.
આ પણ વાંચો: મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ
ગાંધીનગરમાં 49 માંથી 19 સ્કૂલો 9 મીટરથી વધુ હાઈટવાળી
સરકારના ફાયરના નવા નિયમો મુજબ ગાંધીનગર શહેરમાં 30 સ્કૂલોની હાઈટ 9 મીટરથી નીચેની હોવાથી ફાયર વિભાગ પાસેથી NOC લેવાની જરૂર રહેશે નહીં. જોકે, નવા નિયમો મુજબ આ સ્કૂલોએ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. બિલ્ડઅપ એરિયા વધુ હોય તો પણ 9 મીટરથી નીચેનાને NOCની જરૂર નહીં. જોકે નગર, જિલ્લામાં શિક્ષણ અધિકારીને NOC બાબતે જાણ કરવાની રહેશે. આ નિર્ણયને પરિણામે ફાયર NOC લોકોને ત્વરીત મળી શકશે.
![ગાંધીનગર શહેરમાં 30 સ્કૂલોને ફાયર NOC મરજીયાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnagar-06-video-bite-fir-noc-school-7210015_08062021162545_0806f_1623149745_11.jpg)
આ પણ વાંચો: વડોદરામાં ફાયર NOC વગર ચાલતી વધુ 5 હોસ્પિટલને સીલ કરાઈ
ફાયર વિભાગ ઓચિંતા આવીને કરશે કાઉન્ટર ચેક
ચીફ ફાયર ઓફિસર મહેશ મોડેએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ફાયર વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જેમાં, કોર્પોરેશન વિસ્તારની કેટલી સ્કૂલો છે જે આ ક્રાઇટ એરિયામાં આવે છે. તો 19 જેટલી NOCના આ ક્રાઈટ એરિયામાં આવતી નથી. કાઉન્ટર ચેક ફાયર વિભાગ ઓચિંતા આવીને કરી શકશે. જો કોઈ ત્રુટિ જણાતા ફાયર વિભાગ એક્શન પણ લેશે. આ ઉપરાંત, જિલ્લા શિક્ષણ અધિકારી પણ ચેકીંગ કરી શકશે. સ્કૂલોએ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. જોકે ફાયર વિભાગના કેટલાક નિયમો ફોલો કરવાના રહેશે.
![ગાંધીનગર શહેરમાં 30 સ્કૂલોને ફાયર NOC મરજીયાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnagar-06-video-bite-fir-noc-school-7210015_08062021162545_0806f_1623149745_479.jpg)