- A.K. Sharma હાલમાં યુ.પી ભાજપમાં વાઇસ પ્રેસિડેન્ટ
- G.C. Mumaru ને મહત્વની જવાબદારી સોંપાઈ
- હસમુખ અઢીયાને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ચાન્સેલર
- સંજય ભાવસાર હાલમાં પીએમ ઓફિસમાં કાર્યરત
ગાંધીનગર : વર્ષ 2014ની લોકસભાના ઇલેક્શનમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા હતા. ત્યારે 12 વર્ષથી વધુ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવનાર નરેન્દ્ર મોદી તેમના CMO ના અંગત અધિકારીઓને વડાપ્રધાન બનતાની સાથે જ દિલ્હી લઈ ગયા છે. જ્યારે ફક્ત એક જ તેમના અતિ વિશ્વાસુ એવા કૈલાસનાથની ગુજરાતમાં મુખ્ય પ્રધાનના અધિક અંગત સચિવ તરીકે નિમણુક કરવામાં આવી છે, જ્યારે હસમુખ અઢિયા, જી.સી. મુરમું, એ.કે. શર્મા અને સંજય ભાવસાર ને દિલ્હી લઈ ગયા હતા. ત્યારે આજની તારીખમાં આ તમામ અધિકારીઓ શુ કરે છે તેના અંગે વિગતવાર માહીતી મેળવીએ. A.K. Sharma હાલમાં યુ.પી ભાજપમાં વાઇસ પ્રેસિડેન્ટ
ગુજરાતમાં જે સમયે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓએ તેમણી ફરજ બજાવી છે ત્યારે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેઓને પણ દિલ્હી ખાતે લઈ જવામાં આવ્યા હતા અને PMO મા પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા A.K.Sharma એ એક્સ્ટેંશન આપવાનું હતું પણ પણ તેમણો સ્વીકાર્યું ન હતું અને ગત વર્ષે જ ઉત્તર પ્રદેશમાં ભાજપ પક્ષના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ લઈને ઉત્તરપ્રદેશની રાજનીતિમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. જ્યારે ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ શરૂ કરવામાં શર્માએ ખૂબ જ મહત્ત્વની જવાબદારી સંભાળી હતી અને ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવની શરૂઆત કરાવી હતી.
G.C. Mumaru ને મહત્વની જવાબદારી સોંપાઈ
G.C. Mumaru એ રાજ્ય સરકારમાં મહત્વની કામગીરી કરી તે માટે વડાપ્રધાન મોદી તેમને પણ દિલ્હી લઈ ગયા હતા. જ્યારે અત્યારે વર્તમાન સમયમાં મુમરું વર્ષ 2020 થી ૮ ઓગસ્ટના રોજ તેમને કંટ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2019 માં તેમને જમ્મું કાશ્મીરના ગવર્નર તરીકે પણ નિયુક્તિ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં વર્ષ 2001 માં રાહત કમિશનર તરીકે તેમણે ફરજ બજાવી હતી. અને ત્યારબાદ માઇનસ એન્ડ મિનરલ વિભાગના કમિશ્નર તરીકે પણ રહ્યા હતા. જ્યારે વર્તમાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હતા ત્યારે મુમરુંએ ગૃહ વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ વર્ષ 2004માં ફરજ બજાવી છે.
હસમુખ અઢીયાને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ચાન્સેલર
હસમુખ અઢિયાની વાત કરવામાં આવે તો, મોદી સાથે ગુજરાતમાં મહત્વની જગ્યા ઉપર પોતાની ફરજ નિભાવી છે. જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ થતા મોદી તેમને પણ દિલ્હી લઈ ગયા હતા. વર્ષ 2016માં GST અને નોટબંધીના નિર્ણયમાં મહત્વની કામગીરી હસમુખ અઢિયાની રહી હતી. જ્યારે અત્યારે વય નિવૃત્તિ લઈને તેઓ કેન્દ્ર સરકારના વડપણ હેઠળ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ વર્ષ 2019 થી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સાંસદ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સંજય ભાવસાર હાલમાં પીએમ ઓફિસમાં કાર્યરત
ગુજરાતના સનદી અધિકારી અને મોદી સાથે કરેલ કાર્ય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંજય ભાવસારને પણ દિલ્હી ખાતે લઇ ગયા છે. જ્યારે સંજય ભાવસાર હજુ પણ પીએમ ઓફિસમાં કાર્યરત છે અને તેઓને એપોઇન્ટમેન્ટ એન્ડ ટુર તથા વર્ક ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું
આ પણ વાંચો : Kandla port ને મેગા પોર્ટ બનાવવા કરાશે પ્રયાસ: કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલ