ગાંધીનગર : રાજ્યની વિજય રૂપાણીની સરકારમાં ગત બજેટ દરમિયાન ખેડૂતોને સ્માર્ટફોન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી તે અંતર્ગત આજે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 40,000 જેટલા ખેડૂતોને સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે સ્માર્ટફોનની ખરીદીમાં 40 ટકા સબસિડી આપીને પ્રતિ ફોન વધુમાં વધુ છ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવી છે. જે સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ રીતે આજે કુલ ત્રણ કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી વિતરણ સહાય અંતર્ગત (Farmers smartphone subsidy scheme) આપવામાં આવી છે.
રાજયમાં 56 લાખ ખાતેદાર ખેડૂતો
રાજ્યના કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલે કાર્યક્રમ બાદ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્યમાં 40,000 જેટલા ખેડૂતોએ સ્માર્ટફોન માટેની અરજી કરી હતી. 15000ના સ્માર્ટફોનની ખરીદી પર 6000ની સહાય આપવામાં આવી છે. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આજે તમામ જિલ્લાઓમાં ખેડૂતોને પ્રતીકાત્મક રીતે સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. જ્યારે ગત વર્ષે રાજ્ય સરકારે બજેટ સેશનમાં (બજેટ સેશન 2021-22 ) સ્માર્ટફોન અંતર્ગત 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે 3 કરોડ રૂપિયા ખેડૂતોને સહાયરૂપે સબસિડી (Farmers smartphone subsidy scheme) ચૂકવવામાં આવી છે.
સ્માર્ટફોનના નોટિફિકેશનમાં કરાયો સુધારો
રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અગાઉ એક નોટિફિકેશન જાહેર (Improve smartphone notifications) કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક જ સ્માર્ટ ફોનની ખરીદી કર્યાથી 15 હજાર સુધીની કિંમત પર સહાય 1500 અથવા તો ખરીદ કિંમતના દસ ટકા સહાય બેમાંથી જે ઓછું હતું તે સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે આ જોગવાઈ અનુસાર ખેડૂતોની નીરસતા જોવા મળતાં રાજ્યસરકારે ફરીથી સુધારા સાથેનું નોટિફિકેશન કર્યું હતું. જેમાં સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 15 હજાર સુધીની કિંમત પર સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40 ટકા અથવા તો 6,000 બેમાંથી જે ઓછું હોય તે ચૂકવવાપાત્ર રાખવામાં આવ્યું હતું. આમ ખેડૂતોની નીરસતાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા સબસિડીમાં પણ (Farmers smartphone subsidy scheme) વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Smartphone Assistance Scheme : પાટણ જિલ્લામાં સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોમાં ઉત્સાહ
31 માર્ચ સુધી થઈ શકશે અરજી
મહત્વની વાત કરવામાં આવે તો 31 માર્ચ સુધી ખેડૂતો સ્માર્ટફોન સબસિડી યોજના (Farmers smartphone subsidy scheme) અંતર્ગત અરજી કરી શકશે. આ ઉપરાંત રાજ્ય સરકારને લાગશે અને ખેડૂતો વધુ પ્રમાણમાં અરજીઓ કરશે તથા વધુ ખેડૂતો અરજી કરશે તો આ યોજનાને લંબાવવાની જાહેરાત પણ રાજ્યના કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલે કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 56 લાખ ખેડૂતો છે તેમાંથી ફક્ત અત્યારે 40,000 જેટલા ખેડૂતોએ જ સ્માર્ટફોન મેળવવા માટેની અરજી કરી હતી.
આ પણ વાંચોઃ સ્માર્ટ ખેડૂત : રાજ્ય સરકાર ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદીમાં 10 ટકા અથવા 1500 રૂપિયાની સહાય આપશે
ખેડૂતોને ટેક્નોસેવી બનાવવાના પ્રયાસ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સબસિડી (Farmers smartphone subsidy scheme) આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેડૂતો પણ હવે સ્માર્ટ બને તે બાબતનું ખાસ ધ્યાન રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. કૃષિ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ખેડૂતો આવનારા દિવસોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન તથા પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી, ખેતરમાં કઈ રીતે તેનું ધ્યાન રાખવું, કયા બિયારણ અને કઇ દવાઓ વધુ છંટકાવ કરવો તમામ પ્રકારની માહિતી (Smart Phone Farming guidance ) ખેડૂતોને સરળતાથી ઓનલાઇન પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને જ સ્માર્ટફોનની યોજના અમલી કરવામાં આવી છે.