ETV Bharat / city

1 એપ્રિલથી 31 ડિસેમ્બર-2020 સુધીના સમય દરમિયાન ઉપયોગમાં ન લેવાયેલી સ્કુલ બસોને વાહન વેરા-વ્હીકલ ટેક્ષમાંથી મુક્તિ - Minister Vijay Rupani

રાજ્યમાં કોરોનાના આગમન બાદ કેન્દ્ર સરકારની જાહેરાત બાદ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક પ્રક્રિયામાં ધીમે ધીમે તમામ વેપારો ખોલવામાં આવ્યાં હતા, પરંતુ હજુ સુધી શાળાઓ બંધ છે, ત્યારે શાળામાં વાપરવામાં આવતી બસો પણ હજુ બંધ છે, જેથી રાજ્ય સરકાર દ્વારા આ તમામ બસોનો ટેક્સ માફ કર્યો છે.

સ્કુલ બસોને વાહન વેરા-વ્હીકલ ટેક્ષમાંથી મુક્તિ

author img

By

Published : Jan 4, 2021, 11:02 PM IST

  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • કોવિડ 19માં શાળાની બસોને ટેક્સ ફ્રી કરાઈ
  • નોન યુઝનું ઇન્સ્પેકશન કર્યા બાદ આપવામાં આવશે ટેક્સમાંથી મુક્તિ

ગાંધીનગરઃ કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જોકે, લોકડાઉન બાદ અનલોકમાં ધીમે ધીમે વેપાર-ધંધા ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, શાળાઓ હજી ખોલવામાં આવી નથી, જેથી શાળામાં વાપરવામાં આવતી બસો હજુ બંધ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તમામ બસોનો ટેક્સ માફ કર્યો છે.

સ્કુલ બસોને વાહન વેરા-વ્હીકલ ટેક્ષમાંથી મુક્તિ
સ્કુલ બસોને વાહન વેરા-વ્હીકલ ટેક્ષમાંથી મુક્તિ

1 એપ્રિલ 2017 પહેલા રજિસ્ટ્રેશન થયેલી સ્કૂલ બસનો ટેક્ષ માફ

સીએમ વિજય રૂપાણીના આ નિર્ણય અનુસાર, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ/સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી અને તા.1 એપ્રિલ-2017 પહેલાં રજિસ્ટ્રર્ડ થયેલી બસો માટે તા.1 એપ્રિલ-2020 થી તારિખ 31 ડિસેમ્બર-2020સુધીના સમય માટેનો મોટર વાહન વેરો-વ્હીકલ ટેક્ષ માફ કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ ઇન્સ્પેકશન કરવામાં આવશે

આવી સ્કૂલ બસો આ સમયગાળા દરમિયાન અન્ય કોઇ વ્યાપારીક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી, તેની ચકાસણી કર્યા બાદ તેને નોનયુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે. આમ, કોવિડ-19ની મહામારીની સ્થિતીમાં શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેલા હોવાથી તેમની બસોને મોટર વ્હીકલ ટેક્ષના ભારણમાંથી રાહત આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

પ્રતિ સીટ વસૂલવામાં આવે છે 200 રૂપિયા ટેક્ષ

ઉલ્લેખનિય છે કે, પોતાની માલિકીની બસો ધરાવતી હોય અને તે તારિખ 1 એપ્રિલ 2017 પહેલાં રજીસ્ટ્રર્ડ કરવામાં આવી હોય, તેવી સ્કૂલ બસોમાં વાર્ષિક રૂપિયા 200 પ્રતિ સીટ પ્રમાણે મોટર વ્હીકલ ટેક્ષ વસુલવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.