- રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતા શિક્ષણ વિભાગનો નિર્ણય
- 15 જુલાઈથી રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા
- રિપીટર વિદ્યાર્થીઓ માટે યોજાશે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા
- નિયમિત વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે, માસ પ્રમોશન
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોના સંક્રમણ જે રીતે વધ્યું હતું. જેને ધ્યાનમાં લઇને મુખ્યપ્રધાન રૂપાણી( Cm Rupani )એ કોર કમિટીમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરીને રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી, જ્યારે 2 જૂનના રોજ કેબિનેટ બેઠકમાં ધોરણ 12ની બોર્ડના વિદ્યાર્થીઓને પણ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી, ત્યારે ધોરણ 10 અને 12 ના બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો ન હતો, ત્યારે હવે કોરોના સંક્રમણ ઘટતા GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) 15 જુલાઈથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.
પરીક્ષાની કરાઈ જાહેરાત, હવે કાર્યક્રમ જાહેર થશે
GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ અને ખાનગી ઉમેદવારોની પરીક્ષા યોજવા અંગેનો નિર્ણય કર્યો છે. જુલાઈ ગુરુવારથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે, ત્યારે આવનારા દિવસોમાં હવે GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવશે.
SOP મુજબ બેઠક વ્યવસ્થા રહેશે
GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર ખાનગી અને પુસ્તક વિદ્યાર્થીઓનું બોર્ડની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે જ બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા પ્રકારની ગોઠવવામાં આવશે. જ્યારે એક બ્લોકમાં ફક્ત 20 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે, જ્યારે GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા એ પણ તપાસ કરવામાં આવશે કે, પરીક્ષા દરમિયાન બ્લોકમાં હાજર રહેતા શિક્ષકોએ રસી લીધી છે કે નહીં તે અંગેની પણ માહિતી બોર્ડ દ્વારા લેવામાં આવશે.
8.63 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે માસ પ્રમોશન
મુખ્યપ્રધાન રૂપાણી( Cm Rupani )એ કરેલી જાહેરાત પ્રમાણે તમે 10માં નિયમિત વિદ્યાર્થીઓમાં ટોટલ 8.7 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં 17 જૂન સુધી તમામ શાળાઓએ ધોરણ 10ના વિદ્યાર્થીઓના માર્ક્સ GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board )ને ઓનલાઇન જમા કરાવવાના હતા. જે કાર્ય પૂર્ણ થયું છે, ત્યારે હવે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
ધોરણ 12ના પરિણામ જાહેર કરવાની તૈયારીઓ શરૂ
કેન્દ્ર સરકારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્કશીટ બનાવવાની ફોર્મ્યુલા જાહેર કરી છે, ત્યારે ગણતરીના કલાકો બાદ GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની માર્કશીટ બનાવવાની ફોર્મ્યુલા જાહેર કરી છે, જ્યારે હવે આવનારા દિવસોમાં GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે બાયસેગના માધ્યમથી વીડિયો કોન્ફરન્સ યોજીને બાળકોના પરિણામ કઈ રીતે તૈયાર કરવા તે અંગેની પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચો -
- રાજ્યની 10,962 શાળાએ 8,58,365 વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કર્યા, Gujarat State Board of Educationએ આપી માહિતી
- ધોરણ 10 બોર્ડની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ, એક મહિના સુધી ભરી શકાશે
- ધોરણ 10માં બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી અનેક પ્રશ્નો સર્જાશે?
- સરકારની જાહેરાત: વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, રોજ આરોગ્ય અને પોલીસના બૂલેટિન, બિનજરૂરી સરકારી ઓફિસને તાળાં
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા ધોરણ 1થી 9 અને 11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે
- વિદ્યાર્થીઓના L.Cમાં લખાશે Mass Promotion, શિક્ષણ વિભાગે કરી જાહેરાત