ETV Bharat / city

Exam Receipt Upload, ધો.12 રીપીટર વિદ્યાર્થીઓને શાળામાંથી આ તારીખે મળશે...

રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ત્યારે ધોરણ 10ની અને 12ની Repeater વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇના રોજ લેવાની જાહેરાત કરી હતી. હવે પરીક્ષાને લઇને પૂરજોશમાં રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર શરૂ કરવામાં આવી છે. જેમાં આજે ધોરણ 12 રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની રિસીપ્ટ (Exam receipt of Std.12 board repeater students uploaded ) અપલોડ કરવામાં આવી છે.

Exam Receipt Upload, ધો.12 રીપીટર વિદ્યાર્થીઓને શાળામાંથી આ તારીખે મળશે...
Exam Receipt Upload, ધો.12 રીપીટર વિદ્યાર્થીઓને શાળામાંથી આ તારીખે મળશે...
author img

By

Published : Jul 5, 2021, 4:04 PM IST

  • વિદ્યાર્થી પાંખના વિરોધ વચ્ચે પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં
  • રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓની Receipt અપલોડ કરી
  • 15 જુલાઈના રોજ શરૂ થશે પરીક્ષા
  • વિદ્યાર્થીઓ જાતે જ ડાઉનલોડ કરી શકશે Exam Receipt

    ગાંધીનગર : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બોર્ડની વેબસાઇટ પર જ વિદ્યાર્થીઓના પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ (Exam receipt of Std.12 board repeater students uploaded ) અપલોડ કરવામાં આવી છે. જેમાં અત્યારે રાજ્યની તમામ શાળાઓ દ્વારા Repeater વિદ્યાર્થીઓની હોલ ટિકિટ શાળાએ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ શાળા દ્વારા પરીક્ષાર્થીનો ફોટો, સહી અને નિયત વિષય અને માધ્યમિક ખરાઈ કર્યા બાદ પરીક્ષાર્થીઓને આ રિસીપ્ટ આપવાની રહેશે. જ્યારે શાળાઓ પોતાના ઇન્ડેક્સ નંબર તથા શાળા નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી દ્વારા લોગીન કરીને રિસીપ્ટ મેળવી શકશે.

    વિદ્યાર્થીઓને 10 જુલાઈના રોજ મળશે રિસીપ્ટ

    મહત્વની વાત કરવામાં આવે તો આજે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ફક્ત શાળાઓ માટે જ ધોરણ-12ના Repeater વિદ્યાર્થીઓના પ્રવેશ પત્ર (Exam Receipt ) બાબતે જાહેરાત કરી છે. પરંતુ વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર શાળા તરફથી જ આપવામાં આવશે. જે 10 જુલાઇની આસપાસ વિદ્યાર્થીઓને પોતાના પ્રવેશ પત્ર એટલે કે રિસીપ્ટ પ્રાપ્ત થશે. આમ હવે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓના પ્રવેશ પત્ર પણ બોર્ડ દ્વારા વેબસાઇટ પર મુકવામાં આવશે અને શાળા દ્વારા ડાઉનલોડ કરીને તૈયાર કર્યા બાદ 10 જુલાઇની આસપાસ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આપવામાં આવશે..

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University)માં LLMના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ (Hall Ticket)માં નામ અને ફોટો અલગ-અલગ વિદ્યાર્થીના

15 જુલાઈના રોજ પરીક્ષા, કોવિડ 19નું કડક પાલન

ગત જુન મહિનામાં રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના Repeater વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ 15 જુલાઈ જાહેર કરવામાં આવી હતી. આમ 15 જુલાઇના રોજ ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે. જેમાં કોરોનાની guidelinesનું કડકમાં કડક પાલન કરવામાં આવશે. જેને લઇને રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા એક વર્ગખંડમાં ફક્ત 20 જેટલા જ વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની પરવાનગી આપી છે. આમ એક બ્લોકમાં ફક્ત વિદ્યાર્થીઓ 20ની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પરીક્ષાર્થીઓ અને સુપરવાઇઝર શિક્ષકોએ ફરજિયાત માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવાની પણ સૂચના શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ CBSE: ધોરણ-12નું મૂલ્યાંકન શરૂ, વધુ બે ગાઈડલાઈન કરાઈ જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.