છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્યમાં આર્મીના નિવૃત્ત જવાનો પડતર માંગણીઓને લઇને સરકાર વિરુદ્ધ વિરોધ (Retired Army Man Movement) કરી રહ્યા છે. ત્યારે આજે ફરીથી આંદોલનની ચીમકી આપી છે. વહેલી સવારે અમદાવાદના હનુમાન કેમ્પ ખાતે આર્મીમાંથી નિવૃત્ત કર્મચારીઓ અને જવાનો એકઠા થયા હતાં અને મોટી સંખ્યામાં ગાંધીનગર સચિવાલય (Protest at Gandhinagar Secretariat) આવીને વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા સચિવાલય ગેટ નંબર 1 બહાર (Ex Soldiers Rally in Gandhinagar ) પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ નિવૃત્ત આર્મી જવાનો પહોંચે તે પહેલા સચિવાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ થઈ ગયું -તો બીજીતરફ સચિવાલયના ગેટ નંબર 1 ની બહાર કોઇપણ પ્રકારનો વિરોધ થાય નહીં તેને ધ્યાનમાં લઇને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ થઈ ગયું હતું. આર્મીના નિવૃત્ત જવાનોની રેલી અમદાવાદથી નીકળી હતી અને ગાંધીનગર પોલીસે ગાંધીનગરમાં એન્ટ્રી ન થાય તે માટેની તમામ પ્રયાસો કર્યા હતાં. તેમ છતાં પણ આર્મીના નિવૃત્ત જવાનો બળજબરીપૂર્વક ગાંધીનગરમાં (Ex Soldiers Rally in Gandhinagar ) પ્રવેશ્યા હતાં. હવે સચિવાલયના ગેટ (Protest at Gandhinagar Secretariat) પાસે રેલીને થંભાવીને અડધો કલાક સુધીમાં સરકારને ચર્ચા વિચારણા કરવાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
કયા મુદ્દા પર છે પૂર્વ સૈનિકોની માગણીઓ 1. શહીદ પરિવારને એક કરોડ રૂપિયાની સહાય તથા પરિવારમાં એક સદસ્યને સરકારી નોકરી 2. ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક તથા સૈનિકો માટે આરામગૃહ 3. સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત 4. ખેતી માટે જમીન તથા રહેણાંક પ્લોટ 5. ભારતીય સેના માટે આપેલ દારૂ માટેની પરમિટ માન્ય ગણવી 6. કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી સીધી ભરતી કરવામાં આવે 7. હથિયાર લાયસન્સ રીન્યુ કરવા અલગ અલગ વ્યવસ્થા કરવી 8. પૂર્વ સૈનિકના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી ખાસ વ્યવસ્થા કરી જલ્દી ઉકેલ લાવવામાં આવે 9. પૂર્વ સૈનિકના નોકરીના કિસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો કરવામાં આવે 10. પૂર્વ સૈનિકો માટે પાંચ વર્ષના ફિક્સ પગારવાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે 11. પૂર્વ સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે 12. ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ આપવામાં આવે 13. સૈનિકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર આપે 14. સૈનિકો માટે લેવામાં આવતો વ્યવસાયવેરો માફ કરવામાં આવે |
સચિવાલયના દરવાજા બંધ કરાયા -આર્મીના નિવૃત્ત જવાનો દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી (Ex Soldiers Rally in Gandhinagar ) યોજવામાં આવી હતી અને બળજબરીપૂર્વક ગાંધીનગર સચિવાલય (Protest at Gandhinagar Secretariat) ગેટ નંબર 1 પાસે પહોંચ્યા હતાં અને ત્યારબાદ સરકાર સમક્ષ અડધો કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. વધારે સંખ્યા હોવાના કારણે સચિવાલયના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતાં. જ્યારે તમામ કર્મચારીઓને આઇકાર્ડ જોઈને જ સચિવાલયની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Ex Soldiers Protest at Jamnagar : જામનગરમાં 500 પૂર્વ સૈનિકો બેઠાં ધરણા પર, જાણો કેમ?
જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડે - આર્મીના નિવૃત્ત જવાનોની રેલીના (Ex Soldiers Rally in Gandhinagar ) આગેવાન જીતેન્દ્ર નિમાવતે etv ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદથી ગાંધીનગર (Protest at Gandhinagar Secretariat) સુધી રેલી આવી છે જેમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે જે પાણીની વ્યવસ્થા અમે કરી હતી તે પણ તોડી નાંખ્યા હોવાના આક્ષેપ પણ આ વખતે કર્યા હતાં. આ ઉપરાંત જ્યાં સુધી રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં લે ત્યાં સુધી ગાંધીનગર નહી છોડવામાં આવે તેવી ચીમકી પણ આર્મીના નિવૃત્ત જવાનોએ આપી છે.