મહત્વનું છે કે, ચેતન ઠાકોરની આગેવાનીમાં બુધવારે આ અંગે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ મુખ્યપ્રધાન દ્વારા આ અંગે ચર્ચા કરવાની મનાઈ ફરમાવતા પીડિતાના પરિવાર સહિત ઠાકોર સમાજના લોકોએ સચિવાલયના ગેટ નંબર 1 પર ધરણા ધર્યા હતાં.
આ અંગે ચેતન ઠાકોરે જણાવ્યં હતું કે, ‘સલામતી વિભાગના કર્મચારી દ્વારા મુખ્યપ્રધાન અમને સમય આપશે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ મુખ્યપ્રધાન દ્વારા આ અંગે કોઈ જ પ્રકારે પગલું ન ભરવામાં આવ્યું હોવાથી નિયમ મુજબ ગેટ પાસ કઢાવી સચિવાલયમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પાસ આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આથી ગેરકાયદેસર સચિવાલયમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે પોલીસ અને ઠાકોર સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ અંગે પીડિતાની માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘મારા દિકરીને કેવી રીતે જન્મ આપ્યો છે એ હું જાણું છું. સાથે જ પીડિતાની માતાએ ક્રોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘દિકરીનો જીવ જાશે તો પણ અમે ન્યાય લીધા વગર અહીંયાથી નહીં જઈએ.’ પરિણામે હાજર ઠાકોર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આથી સુરક્ષાકર્મીઓ દ્વારા સચિવાલયના ગેટ નંબર 1ના દરવાજા બંદ કરવામાં આવ્યાં હતાં. જ્યારે આમ, સરકાર દ્વાર ઠાકોર સમાજના પીડિતા પરિવારની કોઈ પણ જોગવાઈઓ સાંભળવામાં ન હોવાથી સરકાર પર અનેક પ્રશ્નો પણ ઉદ્ભવે છે. આથી હવે સ્પષ્ટ પણે જોવું રહ્યું કે, સંવેદનશીલ સરકારની વાતો કરતી આ સરકાર ખરેખર સંવેદનશીલ છે કે સંવેદનહિન એ તો જોવું રહ્યું !