- અભ્યાસઅર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે : મુખ્યપ્રધાન રૂપાણી
- રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય
- વિદ્યાર્થીઓને આઈ-20 અથવા DS-160 અથવા એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે સંપર્ક કરવા અનુરોધ
- જિલ્લાઓમાં કલેક્ટર્સને અને સાત મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપાઈ
ગાંધીનગર : ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જતા હજારો વિદ્યાર્થીઓ હાલ મૂંઝવણમાં છે. સરકાર દ્વારા બીજા ડોઝના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિદેશ અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા હતા, ત્યારે ETV BHARAT દ્વારા 30 મે ના રોજ ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સોમવારના રોજ પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani ) એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ બાબતને લઈને કોર કમિટીમાં અલગથી ચર્ચા કરીને નિર્ણય કરશે. જે બાદ વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે કોરોના વેક્સિનના 2 ડોઝ લેવા ફરજિયાત છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બીજા ડોઝના સમયગાળામાં બદલાવ કર્યો છે. અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ETV BHARAT દ્વારા ખાસ અહેવાલ રજૂ કરતા રાજ્ય સરકારે સોમવારના કોર કમિટીમાં મહત્વનો નિર્ણય કરીને અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનેશનમાં અગ્રતા આપવામાં આવશે.
વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા
કોર કમિટીમાં નિર્ણય બાદ મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )એ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેક્ટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો - ETV IMPACT - વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ હવે કોરોના વેક્સિન માટે નહીં અટવાય, કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય : મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )
ક્યા ફોર્મ બતાવવા પડશે
અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વેક્સિન લેવા પોતાના I-20 ફોર્મ અથવા DS-160 ફોર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. જ્યારે સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓએ આ પત્રો સાથે મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો રહેશે.
અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વેસ્ટ ઝોનનો સંપર્ક કરવાનો રહેશે
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટ ઝોન)નો સંપર્ક કરવાનો રહેશે. અભ્યાસ માટે વિદેશ જઇ રહેલા વિદ્યાર્થીઓને વેક્સિનને કારણે કોઈ તકલીફ ન પડે, એ માટે રાજ્ય સરકારે પૂરતી તૈયારી રાખી છે. સમગ્ર રાજ્યમાં આવા વિદ્યાર્થીઓને અગ્રતાના ધોરણે વેક્સિન અપાશે.
30 મે નો અહેવાલ - વેક્સિનના બીજા ડોઝને લઈ વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું
ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓ હાલ મૂંઝવણમાં મૂકાયા છે. સરકાર દ્વારા વેક્સિન અંગેના બીજા ડોઝના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિદેશમાં અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ સરકારને રજુઆત કરી રહ્યા છે કે, સરકાર ત્વરિત નિર્ણય કરી વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવે.
આ પણ વાંચો -