ETV Bharat / city

ETV BHARAT ઈમ્પેક્ટ: રાજ્ય સરકારે તમામ લોકમેળા અને મોટા ધાર્મિક મેળાઓ રદ્દ કર્યા - સેવા કેમ્પ

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે હવે 24 કલાકમાં સરેસાશ દૈનિક 1000 કોરોનો પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શ્રાવણ માસમાં ગુજરાત રાજ્યમાં યોજાતા વિવિધ લોકમેળાનું આયોજન થશે નહીં તેવા સમાચાર 22 જુલાઈના રોજ ETV BHARAT દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સત્તાવાર રીતે રાજ્યમાં ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકતો આદેશ કર્યો છે.

state government canceled all religious fairs

author img

By

Published : Aug 7, 2020, 6:44 PM IST

ગાંધીનગર: ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શુક્રવારે સત્તાવાર રીતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા શોભાયાત્રા, મેળાઓ, પદયાત્રા, તાજિયાના જુલુસો, સેવા કેમ્પ તથા શોભાયાત્રા સ્વરૂપે કરાતા મૂર્તિ વિસર્જન સહિત કોઈપણ પ્રકારની જાહેર ઉજવણી રાજ્યમાં કરી શકાશે નહીં. આમ રાજ્ય સરકારે રાજ્યના નાગરીકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોકમેળાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

ETV BHARAT ઈમ્પેક્ટ: રાજ્ય સરકારે તમામ લોકમેળા અને મોટા ધાર્મિક મેળાઓ રદ્દ કર્યા

ઉલ્લેખનીય છે કે, આવનારા દિવસોમાં જન્માષ્ટમીના લોક મેળાઓ ઉપરાંત ગણેશ ચતુર્થી, તાજીયા અને ભાદરવી પૂનમ અંબાજીના પગપાળા સંઘો પોતાના ધાર્મિક આસ્થા સાથેની ઉજવણી કરે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ તમામ ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ભાદરવી પૂનમે યોજાતા અંબાજી મેળાનું આયોજન પણ કરવામાં આવશે નહીં.

22 જુલાઈના રોજ ETV BHARAT દ્વારા રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ગમે ત્યારે ધાર્મિક ઉજવણી પર પ્રતિબંધ મૂકી શકે છે, તેવા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારે શુક્રવારે રાજ્ય સરકારે અખબારી યાદી જાહેર કરીને ETV BHARATના અહેવાલ પર મંજૂરીની મહોર મારી હતી.

- પાર્થ જાની, ગાંધીનગર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.