- સચિવાલયમાં વેકસીનેશન સેન્ટર ફરી શરૂ કરવાની માગ
- સેક્શન અધિકારી એસોસિયેશન દ્વારા કરાઈ માગ
- ગાંધીનગર જિલ્લા પ્રભારીને પત્ર લખીને કરાઈ માગ
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હાલના સમયમાં કોરોના સામેની લડાઈનું એક માત્ર હથિયાર રસી જ છે. ગાંધીનગર સચિવાલય ખાતે સરકારી કર્મચારીઓને વેક્સિન આપવા માટે શરૂઆતના સમયમાં સચિવાલયની અંદર વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ હવે બંધ થતા વેક્સિનેશન સેન્ટર ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
સચિવાલય સેક્શન અધિકારી એસોસિયેશન દ્વારા કરાઈ માંગ
સચિવાલયમાં સરકારી કર્મચારીઓને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે, અને હવે બીજા ડોઝની તારીખ હવે નજીક છે આવા સમય દરમિયાન રવિવારે રક્ષણ અધિકારી એસોસિએશન દ્વારા ગાંધીનગર જિલ્લાના પ્રભારી સુનાયના તોમરને પત્ર લખીને સચિવાલયમાં બીજા ડોઝ માટે વેક્સિન સેન્ટર ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભાવનગરમાં 35 સ્થળે વેકસીનેશન શરૂ : 45 વર્ષથી વધુના લોકો જોડાયા
હવે બીજા ડોઝના સમય મર્યાદામાં કરાયો વધારો
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, કે રસીના પહેલા ડોઝના 42 દિવસ પછી બીજો ડોઝ લઈ શકાય છે. સચિવાલયના કર્મચારીઓને બીજો ડોઝ આપનો બાકી છે તો આવનાર દિવસોમાં ફરી એકવાર સચિવાલયમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.