ગાંધીનગરઃ કોંગ્રેસના અમિત ચાવડાએ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અતારાંકિત પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં શહેરી વિસ્તારમાં કેટલીક સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ કરવામાં આવી છે કે, મર્જ કરવામાં આવી છે અને તેના કારણો પણ જણાવવા તમે કહ્યું હતું. આ ઉપરાંત નવી ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે કે, વર્ગ વધારાની મંજૂરી આપવામાં આવી છે તે સંદર્ભનો પ્રશ્ન પૂછ્યો હતો.
જેના જવાબમાં શિક્ષણ પ્રધાનએ જવાબ આપ્યો હતો કે, શહેરી વિસ્તારમાં 123 પ્રાથમિક શાળા અને 1 માધ્યમિક શાળા બંધ કરવામાં આવી છે. જ્યારે એક પણ માધ્યમિક શાળા મર્જ કરવામાં આવી નથી. જે આ શાળાઓ બંધ કરવામાં આવી છે. તેમાં એક પણ વિદ્યાર્થી નહિ હોવાથી તેને બંધ કરાવી છે અને જે પ્રાથમિક શાળામ બાળકોની સંખ્યા ઓછી હોય તેને નજીકની શાળામાં મર્જ કરવામાં આવી છે.
આ ઉપરાંત ધોરણ-6 અને 7ની પૂરતા વિદ્યાર્થીઓની સંખ્યા ન હોય તો આર.ટી.આઈ એક્ટ મુજબ તેને અન્ય શાળામાં મર્જ કરવામાં આવે છે. જ્યારે માધ્યમિક શાળા મોહનદાસ ગાંધી વિદ્યાલય રાજકોટ ખાતે આવેલી છે, તેને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં કન્વર્ટ કરાતા તેને બંધ કરવામાં આવેલી છે.
રાજ્યમાં નવી 1157 નવી ખાનગી શાળાઓને મંજુરી આપવામાં આવી છે તથા 2816 ખાનગી પ્રાથમિક શાળાના વર્ગના વધારાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 246 નવી ખાનગી માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે તથા 569 ખાનગી માધ્યમિક શાળાઓને વધારાની મંજૂરી આપવામાં આવે છે.