- અમદાવાદમાં રાત્રી કરફ્યુની જાહેરાત સાથે શાળા શરૂ કરવાની જાહેરાત
- શાળાઓ શરૂ કરવા મુદ્દે રાજ્યના જિલ્લા શિક્ષણઅધિકારી સાથે કરી વીડિયો કોંફરન્સ
- કેન્દ્ર સરકારની SOP પ્રમાણે જ રાજ્ય સરકારની SOP
- કન્ટેનમેન્ટ ઝોનમાં શાળાઓ નહીં ખુલે
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા શાળાઓ ખોલવામા બાબતનું નોટિફિકેશન જાહેર કરીને સરકારે સારા શરૂ કરવાનું મન બનાવી લીધું છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લાના તમામ શિક્ષણ અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સ્કૂલો દ્વારા કરવામાં આવેલ તૈયારી મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.
સરકારે નોટિફિકેશનમાં શુ જાહેર કર્યું છે ?
- 23 નવેમ્બરના રોજથી તમામ સરકારી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે, શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે સ્વેચ્છિક રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવું ફરજિયાત રહેશે.
- અઠવાડિયામાં સોમવાર,બુધવાર અને શુક્રવારના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના રહેશે, જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારના રોજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના રહેશે.
- વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતાને ધ્યાને લઇને શાળાઓએ વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે, જેથી 2 વિદ્યાર્થીઓ વચ્ચે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સામાજિક અંતર જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે, જ્યારે ક્યા વિષય અને અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય શાળાના આચાર્ય દ્વારા લેવામાં આવશે.
- વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે માસ્ક પણ ફરજિયાત રહેશે અને સતત મોનિટરિંગ દ્વારા કોઈપણ સંક્રમિત અથવા લક્ષણો ધરાવતા વિદ્યાર્થી અથવા શિક્ષકો શાળામાં ન પ્રવેશે તેની કાળજી સત્તાધીશોએ લેવાની રહેશે.
કન્ટેન્મેન્ટ ઝોનમાં શાળાઓ ખુલશે નહીં !
રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સ્કૂલનો બાબતે જે જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તૈયારીઓની સમીક્ષા કરી હતી, તેની જાહેરાત કરી હતી, આ જાહેરાત દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવાસ્થાન ખાતેથી રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંને ફોન આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે જે રીતે અમદાવાદમાં રાત્રે કરફ્યુ મુકવામાં આવ્યું છે, તેને ધ્યાનમાં લઈને હવે કદાચ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર બદલી શકે તેવી પણ શક્યતાઓ આ એક ફોન પરથી દર્શાવવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારની એસ.ઓ.પી. પ્રમાણે જ રાજ્યની એસ.ઓ.પી.
શિક્ષક પ્રધાન ચુડાસમાએ જણાવ્યું કે, જે રીતે કેન્દ્ર સરકારે સાડા ખોલવા બાબતની એસપી બહાર પાડી છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે પણ એસપી બહાર પાડી છે, જ્યારે શાળાઓ પોતપોતાની રીતે એસ.ઓ.પી. ઓફિસમાં સામાન્ય રીતે ફેરફાર કરી શકે છે.
સીએમ કાર્યાલયથી ફોન, અમદાવાદ કરફ્યુ મુદ્દે શાળાઓ નિર્ણય બદલાઇ શકે
ભુપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા, ત્યારે અચાનક જ મુખ્ય પ્રધાનના નિવાસ્થાન ખાતેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પર ફોન આવ્યો હતો અને ત્યાર બાદ ગણતરીની સેકન્ડોમાં જ પત્રકાર પરિષદ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જ્યારે આ ફોન અમદાવાદમાં રાત્રે કર્ફ્યૂ લગાવ્યો હોવાની વાત પણ હોઈ શકે છે. ત્યારે જો અમદાવાદમાં જે રીતે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને ધ્યાનમાં લઇને અમદાવાદની શાળાઓ કદાચ શરૂ કરવામાં નહીં આવે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદની શાળા ખુલશે કે નહીં તે હવે આગામી સમયમાં જ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે.