ETV Bharat / city

ગાંધીનગરના રસ્તા પર જોવા મળશે ઈ-બાઇક, કોર્પોરેશન દ્વારા 600 ઇ-બાઇક મુકવામાં આવશે - Mayor Didha Patel

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ઉપયોગથી પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ઈલેક્ટ્રીક વાહનનો ઉપયોગ લોકો વધુમાં વધુ કરે તેને ધ્યાનમાં લઇને અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે ઈ-બાઈક સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સામાન્ય ભાડામાં ઈ-બાઈકની સેવા શરૂ કરવામાં આવશે. જો કે, શહેરીજનોએ ઈ-બાઇક લેવા માટે આધારકાર્ડથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

ગાંધીનગરના રસ્તા પર જોવા મળશે ઈ-બાઇક
ગાંધીનગરના રસ્તા પર જોવા મળશે ઈ-બાઇક
author img

By

Published : Nov 14, 2020, 9:59 PM IST

  • ગાંધીનગરના રાસ્તા પર દોડશે ઈ-બાઇક
  • સામાન્ય ભાડા પર શહેરીજનો કરી શકશે ઉપયોગ
  • નવા 18 ગામમાં પણ સર્વિસનો થશે પ્રારંભ
  • શરૂઆતના દિવસોમાં 600 બાઇક મુકવામાં આવશે
  • આધારકાર્ડથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન

ગાંધીનગરઃ પાટનગરમાં સામાન્ય ભાડામાં ઈ-બાઈકની સેવા શરૂ કરવામાં આવશે. જો કે, શહેરીજનોએ ઈ-બાઇક લેવા માટે ફરજીયાત આધારકાર્ડથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મેયર દીધા પટેલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આસપાસ 18 ગામોનો કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ ગામના લોકોને સારી સુવિધા મળી રહે અને સરળતાથી તેઓ શહેરી વિસ્તારમાં આવી શકે તેને લઈને ગામના વિસ્તારોમાં પણ ઈ-બાઈક સેન્ટર શરૂ કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે શરૂઆતના ગાળામાં આ 600 ઈ-બાઈક મુકવામાં આવશે.

ગાંધીનગરના રસ્તા પર જોવા મળશે ઇ-બાઇક
ગાંધીનગરના રસ્તા પર જોવા મળશે ઇ-બાઇક

એક સેન્ટરથી બાઇક લઈ બીજા ગમે તે સેન્ટરે જમા કરવાની સુવિધા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈ-બાઈકનો પ્રોજેક્ટ અત્યારે લગભગ પૂર્ણ થવાના આરે છે. ત્યારે ઈ-બાઈક માટે કોર્પોરેશન વિસ્તારમાં સેન્ટર પણ ઊભા કરવામાં આવશે. કોઈપણ નાગરિક આ ઈ-બાઇકને સામાન્ય ભાડા પર લઇને ફરી શકશે. જ્યારે એક સેન્ટરથી ઈ-બાઈકને ભાડે લીધા બાદ તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના કોઈપણ અન્ય સેન્ટર ઉપર જમા પણ કરાવી શકશે. જેથી નાગરિકોને વધુ સારી સગવડતા મળે અને સમયનો પણ બગાડ ન થાય.

ગાંધીનગરના રસ્તા પર જોવા મળશે ઈ-બાઇક

ભાડું હશે સામાન્ય, પૈસાની થશે બચત, વાતાવરણ સ્વચ્છ રહેશે

ભાડા અંગે ગાંધીનગર મેયર રીટા પટેલે જણાવ્યું હતું કે, જેમ શરૂઆતમાં સાયકલ સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી અને સાયકલનું સામાન્ય ભાડું હતું, તેવી જ રીતે ઈ-બાઈકનું પણ એકદમ સામાન્ય ભાડું રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાઈકનું ભાડું રૂપિયા 100ની આસપાસ છે, ત્યારે ગાંધીનગરમાં કેટલું હશે તે બાબતે પણ હજુ સુધી મેયરે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ ભાડું સામાન્ય હોવાની વાત મેયરે ETV ભારતને કહી હતી. ઈ-બાઇકના ઉપયોગથી લોકોનો પૈસાનો બચાવ થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

વિકાસ માટે પાણીનો પ્રોજેકટ પણ કાર્યરત

ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ થયેલા 18 ગામમાંથી 13 ગામમાં હજુ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી પહોંચી શક્યું નથી, ત્યારે પાણી પહોંચાડવા માટે પણ કોર્પોરેશન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ બાબતે ઓવરહેડ ટાંકી તથા અન્ય માળખાકીય સુવિધા ઊભી કરવાના પણ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. જે ટૂંક સમયમાં આ 13 ગામમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી પહોંચે તે માટેના પણ આયોજન કરી લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.