ETV Bharat / city

Vibrant Gujarat 2022: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પેવર બ્લોક બદલવાની કામગીરી શરૂ, બેનર માટે ખાસ કરાઈ વ્યવસ્થા - Chief Minister Bhupendra Patel

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 10 જાન્યુઆરીના રોજ ગુજરાત વાયબ્રન્ટ સમિટનું (Vibrant Gujarat 2022) ઉદ્ઘાટન કરશે. વાયબ્રન્ટ સમિટ એ કે જે મહાત્મા મંદિર ખાતે આ સતત 10મી વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. મહાત્મા મંદિરની વ્યવસ્થામાં સુધારાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મહાત્મા મંદિરની અંદર આવેલા પેવર બ્લોક (Paver Block change work started) જે તૂટી ગયા હોય તેને બદલવાની કામગીરી અત્યારે હાથ ધરાઇ છે.

Vibrant Gujarat 2022
Vibrant Gujarat 2022
author img

By

Published : Nov 23, 2021, 10:10 AM IST

  • વાયબ્રન્ટ ગુજરાત મહોત્સવ 2022ની તૈયારીઓ શરૂ
  • મહાત્મા મંદિર ખાતે પેવર બ્લોક બદલવામાં આવી રહ્યા છે
  • કોવિડ હોસ્પિટલ કરાઈ બંધ
  • 10 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ સમિટનું થશે ઉદ્ઘાટન

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 10 જાન્યુઆરીના રોજ ગુજરાત વાયબ્રન્ટ સમિટનું (Vibrant Gujarat 2022) ઉદ્ઘાટન કરશે. વાયબ્રન્ટ સમિટ એ કે જે મહાત્મા મંદિર ખાતે આ સતત 10મી વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. વાયબ્રન્ટ સમિટને ધ્યાનમાં લઈએ તો અનેક રાજ્યોના અને દેશ- વિદેશના મહેમાનો મહાત્મા મંદિરે આવતા હોય છે. મહાત્મા મંદિરની વ્યવસ્થામાં સુધારાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મહાત્મા મંદિરની અંદર આવેલા પેવર બ્લોક (Paver Block change work started) જે તૂટી ગયા હોય તેને બદલવાની કામગીરી અત્યારે હાથ ધરાઇ છે.

Vibrant Gujarat 2022: મહાત્મા મંદિર ખાતે પેવર બ્લોક બદલવાની કામગીરી શરૂ

કેવી હશે વાઈબ્રન્ટ સમિટ 2022?

રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પત્રકાર પરિષદમાં (Rajiv Gupta Press Conference) જણાવ્યું હતું કે, વર્ષ 2022ની ગુજરાત વાયબ્રન્ટ સમિટ ગઢ 9 કરતાં સંપૂર્ણ અલગ રીતની હશે. જેમાં આત્મન ગુજરાતના સૂત્રથી આત્મનિર્ભર ભારત તૈયાર કરવાની થીમ નક્કી કરવામાં આવી છે અને આ ઉપરાંત ગુજરાતને ઔદ્યોગિક વિકાસ એ કઈ રીતે વધુમાં વધુ વિકાસ થઇ શકે તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇને ઉદ્યોગલક્ષી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિઓ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

15થી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે

રાજીવ ગુપ્તાએ (Rajiv Gupta Press Conference) વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં (Vibrant Gujarat 2022) પાર્ટનર કન્ટ્રી તરીકે અનેક દેશોના નામ આગળ આવ્યા છે. આ વર્ષે પણ 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે, જ્યારે અમુક કન્ટ્રી તરફથી હજુ પણ ગુજરાત સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમનો પણ સત્તાવાર જવાબ આવશે ત્યારે ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે અનેક દેશો જોડાશે. અત્યારે અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, UK, ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ ઇસ્ટના દેશોના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે. આ તમામ કન્ટ્રીમાં વાઈબ્રન્ટ ગુજરાતનો રોડ શો પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Drugs seized in Jamnagar : રોઝી બંદર પાસે રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા

ડેલીગેટ્સને રોકાવવાની વ્યવસ્થા કરાઈ

મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં દેશ- વિદેશના અનેક ડેલિગેટ્સ અને બિઝનેસ ટાયકૂન આવતા હોય છે. તેમની રહેવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અમદાવાદની તમામ ફાઇવસ્ટાર હોટલ અને ગાંધીનગરના રેલવે સ્ટેશન સ્થિત લીલા હોટલ ખાતે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત કોઈપણ VIP ગેસ્ટને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા એક જ સનદી અધિકારીને પણ સ્પેશિયલ જવાબદારી સોંપવામાં આવશે.

આ પણ વાંચો: કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેનારા લોકોને સરકાર આપશે ઈનામ!

25 નવેમ્બર પ્રથમ રોડ શો

રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) 25 નવેમ્બરના રોજ પ્રથમ સોળ વરસ જે દેશના રાજધાની દિલ્હી ખાતે પ્રથમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગલોર ખાતે પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંડળના અલગ- અલગ પ્રધાનો હાજર રહેશે. જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8 અને 9 સપ્ટેમ્બરના રોજ દુબઇ અને અબુધાબીની ખાતે પણ રોડ શો કરીને ગુજરાત વાયબ્રન્ટ સમિટની જાહેરાત કરશે.

2019 વાયબ્રન્ટ સમિટની એક ઝલક

વર્ષ 2019માં મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટનું (Vibrant Gujarat 2022) આયોજન કર્યું હતું. ત્યારે વર્ષ 2019માં 18થી 20 જાન્યુઆરી દરમિયાન આ વાયબ્રન્ટ સમિટ યોજાઇ હતી. જેમાં પચાસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં થવાની ધારણા હતી પરંતુ વર્ષ 2019માં UAE, પાકિસ્તાન અને મોરોક્કો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. દહેજ પ્લાન્ટ માટે 560 કરોડના MOU થયા હતા અને અને CNG ટર્મિનલ માટે પ્રથમ MOU કે તેમાં સામેલ હતું. વર્ષ 2019ના 9માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 42,526 રજિસ્ટર ડેલીગેટ 285 રજિસ્ટર પ્રતિનિધિ મંડળ અને ૨૪ હજારથી વધુ રજીસ્ટર કંપનીઓ આવી હતી. જ્યારે વર્ષ 2019ના વાયબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકારને કુલ 77.90 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.