ETV Bharat / city

War against Drugs : ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 895 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાની અને ઈરાની નાગરિકો પણ ઝબ્બે - Drugs worth Rupees 895 crore were seized from Gujarat in the last five years

રાજ્યમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ચલણ દિવસે દિવસે વધી રહ્યું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 5 વર્ષમાં કુલ 895 કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

War against Drugs
War against Drugs
author img

By

Published : Jul 19, 2021, 5:56 PM IST

  • રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 895 કરોડનું ડ્રગ્સ પકડાયું
  • 5 વર્ષમાં 1007 કેસ નોંધાયા, 1446 આરોપીઓ ઝબ્બે
  • પાકિસ્તાની અને ઈરાની નાગિરકોની પણ કરાઈ ધરપકડ

ગાંધીનગર : રાજ્યમાં યુવાધનને બરબાદ કરવા માટે રાજ્યના તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાંથી ડ્રગ્સ ઠલવાતો રહે છે. જેને અટકાવવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો તેમજ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી રહેતી હોય છે. ગુજરાત નાર્કોટિક્સ સેલ પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ચરસ, ગાંજો, હેરોઈન સહિત કુલ 895 કરોડનું ડ્રગ્સ પકડાયું છે.

છેલ્લા અઢી વર્ષમાં નોંધાયેલા કેસj
છેલ્લા અઢી વર્ષમાં નોંધાયેલા કેસ
રાજ્યમાંથી છેલ્લા 5 વર્ષમાં પકડાયેલા દ્રવ્યો

કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે મળીને કરે છે કાર્યવાહી

ગુજરાત નાર્કોટિક્સ સેલના IGP સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની નાર્કોટિક્સ નોડલ એજન્સી કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓ સાથે મળીને કાર્ય કરે છે. જ્યારે, વર્ષ 1985ના કાયદાઓનો પહેલા અમલ થતો ન હતો. હવે, આ કાયદાઓનો કડક અમલ કરીને જે આરોપીઓ ડ્રગ્સ, ચરસ, ગાંજા અને અન્ય માદક પદાર્થોની હેરાફેરીમાં ઝડપાયા હોય અથવા તો જામીન પર છૂટીને ફરી વખત આવું કૃત્ય કરવાની તૈયારીઓમાં હોય, તેમને રોકવા માટે 61 જેટલા ઓર્ડર કરીને ઝડપી પાડવામાં આવ્યા છે.

જાણો શું કહે છે ગુજરાત નાર્કોટિક્સ સેલના IGP સુભાષ ત્રિવેદી

5 વર્ષમાં 1007 કેસ, 1446 આરોપીઓ અને પાકિસ્તાનનું પ્રોક્સી વોર

IGP સુભાષ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 5 વર્ષમાં કુલ 1007 કેસ નોંધાયા છે. જેમાં 1446 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં પાકિસ્તાન અને ઈરાકના નાગરિકો હોવાનું પણ સામે આવ્યું છે. આમ, પાડોશી દેશો દ્વારા પ્રોક્સી વોર થકી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાત પાકિસ્તાનના સિંધ-કરાચી પ્રદેશથી નજીક હોવાથી ગુજરાત ATS, મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને કચ્છ-ભુજ પોલીસ દ્વારા આ રૂટ પર સઘન કામગીરી કરીને રૂટને કન્ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - ગુજરાતની લેડી પાબ્લો એસ્કોબાર - ડાન્સ બારમાં MDMA વેચવાથી લઈને લોકડાઉનમાં 40 કરોડનો વેપાર, મુંબઈથી કરાઈ ધરપકડ

આ પણ વાંચો - ગાંધીનગરમાં ડ્રગ્સની તપાસ માટે ખાસ લેબોરેટરી બનાવવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.