ETV Bharat / city

ઓટોમેટિક કાર રાખનારા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, ચાલુ કારમાં શોર્ટ સર્કિટ થતાં આગ, ચાલકનું મોત - latest news of gandhinagar

કોબા ઇન્દિરા બ્રિજ વચ્ચે આવેલા ભાટ પાસે એક ચાલુ બલેનો કાર શોર્ટ સર્કિટના કારણે આગમાં લપેટાઇ હતી. જેમાં ડ્રાઈવર બહાર નહીં નીકળી શકતાં ભડથું થઇ ગયો હતો. મૃતક ખાખરીયા પ્રજાપતિ સમાજમાં મોભી ગણાતો હતો.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 1, 2020, 6:49 PM IST

Updated : Mar 1, 2020, 9:01 PM IST

ગાંધીનગર: કોબા પાસે આવેલા ભાટ મધર ડેરી નજીક રવિવારે એક ચાલુ કારમાં આગ લાગી હતી. જેમાં ચાલકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, યોગેશ કેશવલાલ પ્રજાપતિ ગાંધીનગરથી ઇન્દિરા બ્રિજ તરફ પોતાની બલેનો કાર નંબર GJ 1 HY 2896 લઈને જઈ રહ્યો હતા. તે દરમિયાન એકાએક શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. જેથી કારના તમામ દરવાજા લોક થઈ ગયા હતા અને ચાલકનું સળગીને મોત થયું હતું.

ઓટોમેટિક કાર રાખનારા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, ચાલુ કારમં શોર્ટ સર્કિટ થતાં આગ, ચાલકનું મોત

આગના બનાવને લઇને સ્થાનિકોએ ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ રાજેશ પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ વિકરાળ આગમાં કારના ચાલક યોગેશ પ્રજાપતિ ભડથું થઇ ગયો હતો.

ETV BHARAT
ચાલુ કારમં શોર્ટ સર્કિટ થતાં આગ

ઉલ્લેખનીય છે કે, વર્ષો અગાઉ પણ સરખેજ રોડ પર BMW કારની અંદર 3 જેટલા લોકો આગ લાગવાના કારણે ભડથું થઇ ગયા હતા. આ કિસ્સામાં પણ એવું જ સામે આવ્યું છે.

Last Updated : Mar 1, 2020, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.