- પાયલોટ પ્રોજેક્ટરૂપે ડ્રાઇવ થ્રુ વેક્સિનનો પ્રારંભ
- 300થી 400 લોકોને ગાડીમાં જ વેક્સિન અપાઈ
- 45થી મોટી ઉમરનાને આપવામાં આવી વેક્સિન
ગાંધીનગર : શહેરમાં પહેલીવાર ડ્રાઇવ થ્રુ વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે. પહેલા દિવસે જ મોટી સંખ્યામાં લોકો પોતાની ગાડીઓમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. લગભગ 300થી 400 ગાડીઓ હેલીપેડ ગ્રાઉન્ડથી લઈને BSNL, અખબાર ભવન સુધી જોવા મળી હતી. અહીં આવેલા લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ગાડીમાં જ વેક્સિન આપવામાં આવી રહી છે. જો કે, અહીં સવાલ એ પણ થાય છે કે, વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી.
આ પાયલોટ પ્રોજેક્ટરૂપે શરૂ કરાયો
અત્યારે તો આ પાયલોટ પ્રોજેક્ટરૂપે શરૂ કરાયો છે, ત્યારે શું આ પણ લાંબા સમય સુધી લોકો માટે ચાલી શકે છે. જો ચાલશે તો પૂરતા ડોઝ અપાશે. જો તેમને કોરોના વેક્સિન મળશે, તો શું આ સુવિધા 18 વર્ષથી ઉપરનાને પણ મળશે?
આ પણ વાંચો - અમદાવાદમાં સૌથી પહેલુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ, મોટી સંખ્યામાં લાગી વાહનોની લાઇન
કારમાં બેસીને રજિસ્ટ્રેશન કરાવ્યું, લોકોને કારમાં બેઠા જ અપાઇ વેક્સિન
ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડમાં 45થી મોટી ઉંમરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિન શરૂ કરવામાં આવ્યું હતું. લોકો વહેલી સવારથી વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા હતા. 11 કલાક સુધી 150થી વધુ લોકોને વેક્સિન આપી દેવામાં આવી હતી. 200થી 250 લોકોની ગાડીઓ હજૂ પણ લાઇનમાં હતી. અહીં જે લોકો ગાડીમાં વેક્સિન લેવા માટે આવી રહ્યા છે, તેમને કારમાં બેઠા બેઠા જ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. તેમનું રજિસ્ટ્રેશન પણ કારમાં બેસીને કરવામાં આવી રહ્યું છે.
આ ઝડપી કામગીરી છે, પરંતુ રસ્તાઓ પર મોટી લાઈન હતી
આ પ્રકારની ઉત્તમ સગવડ મળતી હોવાથી સવારથી જ લોકોનો વેક્સિન લેવા માટે ધસારો જોવા મળ્યો હતો. જેમાં મોટી ઉંમરના લોકો પણ આવ્યા હતા. જેમને પૂરતી સગવડ અહીં બેઠા જ આપવામાં આવી હતી. આ ઝડપી કામગીરી છે, પરંતુ રસ્તાઓ પર મોટી લાઈન હતી. જેમાં કેટલાક બાઇક અને એક્ટિવા પર પણ આવતા સવારે તેમને લાઈનમાંથી હટાવવામાં પણ આવ્યા હતા અને રાહ જોવા માટે જણાવાયું હતું. અહીં જે લોકો વેક્સિન લેવા માટે આવ્યા હતા, તેમના માટે ઈમરજન્સી માટે 108ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ તે પ્રકારની નોબત હજૂ સુધી આવી ન હતી.
આ પણ વાંચો - રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા કચ્છના વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન
10 સેન્ટર્સ પરથી શિડ્યુલના બહાને 18થી વધુ વયના લોકોને નથી મળતી વેેક્સિન, તો બીજી તરફ વેક્સિન ડ્રાઇવ ચાલે છે
એક બાજુ 45થી મોટી ઉંમરના લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, જે સાચી વાત છે, પરંતુ બીજી બાજુ 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકો માટે 10 સેન્ટર્સ પરથી ગાંધીનગરમાં વેક્સિન આપવાની શરૂઆત તો કરવામાં આવી છે, પરંતુ જેટલા લોકો લેવા માટે આવી રહ્યા છે. તેનાથી ત્રણ ગણા લોકો 10 સેન્ટર્સ પરથી પરત પણ જઈ રહ્યા છે. તેમને રજિસ્ટ્રેશન તો કરાવે છે, પરંતુ તેમનું શેડ્યુલ તેમના મોબાઈલ પર મેસેજ રૂપે આવતું ન હોવાથી તેમને વેક્સિન આપવામાં આવી રહી નથી. બીજું કારણ એ પણ છે કે, વેક્સિનનો પૂરતો જથ્થો નથી. હવે જોવાનું એ પણ રહ્યું કે જે વેક્સિન ડ્રાઇવ શનિવારે પાયલોટ પ્રોજેક્ટરૂપે શરૂ થઈ છે, તે ક્યાં સુધી ચાલે છે અને રોજના કેટલા લોકોને વેક્સિન આપવામાં આવે છે.
આ પણ વાંચો - બોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઇવ થ્રુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે