ETV Bharat / city

Doctors Strike In Gujarat: તબીબોની હડતાલ બાદ રાજ્ય સરકારે નમતું જોખ્યું, કરી મહત્વની જાહેરાત - ગુજરાતમાં ડોકટરોની માંગ

ગુજરાતમાં ચાલી રહેલી તબીબોની હડતાલ (Doctors Strike In Gujarat) વચ્ચે રાજ્ય સરકારે મહત્વની જાહેરાતો કરી છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપી હતી. જેમાં ડૉક્ટરોના પગાર વધારા અને નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ એલાઉન્સ ચૂકવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

તબીબોની હડતાલ મામલે આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન, રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત

author img

By

Published : Apr 7, 2022, 5:13 PM IST

Updated : Apr 7, 2022, 8:47 PM IST

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં 4 એપ્રિલથી અનેક ડોક્ટરો સરકાર વિરુદ્ધ આંદોલન (Doctors Strike In Gujarat) કરી રહ્યા છે. આ મુદ્દે આજે બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે છેલ્લા કેટલાય સમયથી પડતર રહેલી ડૉક્ટરોની માંગણી (Demand Of Doctors In Gujarat) પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. સાથે જ રાજ્ય સરકારે ડોક્ટરોની છેલ્લા કેટલાય સમયથી પગાર વધારા (Doctors Salary Increase In Gujarat) અને નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ એલાઉન્સ (Non Private Practicing Allowance)ને લઇને આવી રહેલી લેખિત અરજીઓ એ તમામ મુદ્દા ઉપર સરકારી સમાધાન વલણ અપનાવી મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

ડૉક્ટર્સની તમામ પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં આવી.

મહત્વના નિર્ણયો- આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકારની જાહેરાતો જણાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકારના તબીબો (State government doctors)ને તારીખ 1 જૂન 2019થી 20 ટકા NPPA ચુકવાશે અને એરીયર્સની રકમ 5 સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. બેઝિક અને NPPAની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ રૂપિયા 2,37,500 નિયત કરવામાં આવી છે. તજજ્ઞ સેવા, વર્ગ-1ના કરારીય-બોન્ડેડ તજજ્ઞોને માસિક ફિક્સ વેતન રૂપિયા 84,000થી વધારીને રૂપિયા 95,000 અપાશે.

તબીબોને 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ મળવાપાત્ર રહેશે- આ ઉપરાંત કરાર અથવા બોન્ડેડ MBBS તબીબોને માસિક ફિકસ વેતન (Monthly fixed salary to MBBS doctors Gujarat) રૂપિયા 63,000થી વધારીને રૂપિયા 75,000 કરવામાં આવ્યું છે. રાજ્યના તજજ્ઞ સેવા વર્ગ-1ના તબીબોને 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ મળવાપાત્ર રહેશે. મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, ડૉક્ટર્સની તમામ પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમણે હડતાલ ઉપર રહેલા અને ન રહેલા તબીબોને સંપૂર્ણ સંવેદના સાથે ગરીબ નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે મળતી થઈ જાય અને માનવીની મહામૂલી જિંદગી બચાવવાના આ સેવાયજ્ઞમાં સત્વરે જોડાઈ જવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Doctors Strike In Surat: સરકારે ન પાળ્યો વાયદો, GMTAની પડતર માંગણીઓને લઈને સુરતના સરકારી ડોક્ટરો હડતાલ પર

કઈ રીતે ચુકવવામાં આવશે એરિયર્સ- આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, તબીબોના NPPAની માંગણી સંદર્ભે સરકારે તારીખ 1 જૂન 2019થી 20 ટકા NPPAની ચૂકવણીનો નિર્ણય કર્યો છે. એરિયર્સની રકમ 5 સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો એપ્રિલ-2022, બીજો હપ્તો ઓકટોબર-2022, ત્રીજો હપ્તો એપ્રિલ-2024, ચોથો હપ્તો ઓકટોબર-2023 અને પાંચમો હપ્તો એપ્રિલ-2024ના રોજ ચૂકવવામાં આવશે.

પગારમાં વધારો- જ્યારે બેઝિક અને NPPAની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ રૂપિયા 2,37,500 નિયત કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યના જે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી હોય તેઓની તમામ એડહોક સેવાઓ નિયમિત કરી સળંગ ગણવામાં આવશે. બાકી રહેતી એડહોક સેવાઓ નિયમિત કરવા અને સળંગ કરવા એડહોક સેલની રચના કરવામાં આવશે. તજજ્ઞ સેવા, વર્ગ-1ના કરારીય-બોન્ડેડ તજજ્ઞોને માસિક ફિક્સ વેતન રૂપિયા 84,000થી વધારીને રૂપિયા 95,000 આપવામાં આવશે. કરારીય અથવા બોન્ડેડ MBBS તબીબોને માસિક ફિક્સ વેતન રૂપિયા 63,000થી વધારીને રૂપિયા 75,000 આપવામાં આવશે તેમ જણાવ્યું છે. રાજ્યના તજજ્ઞ સેવા વર્ગ-1ના તબીબોને 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો: Surat Doctors Strike: સરકારને સદબુદ્ધિ આવે તે માટે સુરતના ડોક્ટર્સે કરી સત્યનારાયણની કથા

અન્ય ભથ્થા પણ મળશે- અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે,રાજય સરકારની સેવામાં હોય તેવા MBBS ડૉક્ટરો માટે અનુસ્તાનક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે 10 ટકા સીટો અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. GMERS હસ્તકના તબીબી શિક્ષકોને ન્યુ પેન્શન સ્ક્રીમ, રજા પ્રવાસ રાહત, રજાનું રોકડમાં રૂપાંતર, ટ્રાવેલ્સ એલાઉન્સ, મેડિકલ એલાઉન્સ જેવા લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત GMERS હસ્તકની મેડિકલ કોલેજો–હોસ્પિટલો ખાતે બોન્ડેડ ઉમેદવારો દ્વારા બજાવેલી સેવાને બોન્ડમુકત તરીકે માન્ય રાખવામાં આવી છે.

7માં પગાર પંચનો લાભ મળવાપાત્ર રહેશે- આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ (Health Family Welfare Department Doctors) હેઠળના તબીબી શિક્ષકોના ઉચ્ચતર પગાર ઘોરણ અન્વયે નામાભિધાન મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે તબીબી શિક્ષણ, તબીબી સેવા અને જાહેર આરોગ્ય પ્રભાગમાં સીધી ભરતી અને બઢતીની ઝુંબેશ હાથ ધરાઇ છે. એડહોક ધોરણે ફરજ બજાવતા ટ્યુટરોને 7માં પગાર પંચનો લાભ મળવાપાત્ર રહેશે. તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળના 15 ટકા સિનિયર ટ્યુટરોને ટીકુ કમિશન મુજબ ત્રીજા ઉ.પ.ધો.નો લાભ તથા 10 ટકા સિનિયર પ્રાધ્યાપકોને 7માં પગાર પંચ મુજબ હાયરએડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ(HAG)નો લાભ મળવાપાત્ર રહેશે.

Last Updated : Apr 7, 2022, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.