ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં આજે 10,000થી વધુ સરકારી તબીબો હડતાળ (Doctors Strike In Gujarat) પર છે. ડૉક્ટરો દ્વારા પડતર માંગણીઓને લઇને ચીમકી આપ્યા બાદ આજે તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન (Doctors Protest in Gandhinagar) કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર જ્યાં સુધી માંગણી (Doctors Demands In Gujarat) ન સ્વીકારે ત્યાં સુધી હડતાળ ચાલું રાખવાની ચીમકી આપવામાં આવી છે. ડૉક્ટરોની સાથે સાથે આજે CSC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ (Health workers of CSC Center Gujarat) પણ હડતાળ પર ઉતર્યા છે. ગ્રેડ પેમાં વધારો કરવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી (satyagrah chhavani gandhinagar) ખાતે આંદોલન શરૂ કર્યું હતું.
રાજ્ય સરકારે વચન ન પાળ્યું- ગ્રેડ પે બાબતે ગાંધીનગર જિલ્લાના આરોગ્ય કર્મચારીના આગેવાન વિજય દવેએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ અગાઉ પણ અનેક વખત ગ્રેડ વધારવા માટે રજૂઆત કરી હતી, પરંતુ વૈશ્વિક મહામારી (Corona Pandemic Gujarat) દરમિયાન રાજ્ય સરકારે ફક્ત બાહેંધરી આપી હતી અને વચન પાળ્યું નહોતું, ત્યારે આજે અમે ફરીથી રાજ્ય સરકાર સમક્ષ ગ્રેડ પે વધારવાની માંગ કરી રહ્યા છીએ. અત્યારે અમારો ગ્રેડ પે 1800 રૂપિયા છે જે વધારીને 2800 રૂપિયા કરવામાં આવે.
આ પણ વાંચો: Protest in Gandhinagar: વિરોધ કરતા 80થી વધુ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત, મહિલાઓ અને બાળકો પણ રડી પડ્યા
વિરોધ કરી રહેલા કર્મચારીઓની અટકાયત- ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ તમામ જિલ્લાઓમાંથી આવ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ આંદોલન (Anti government movement In Gujarat) છેડ્યું છે ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં આવતા તમામ કર્મચારીઓની ગાંધીનગર પોલીસ દ્વારા સત્યાગ્રહ છાવણીથી અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Doctors Strike In Surat: સરકારે ન પાળ્યો વાયદો, GMTAની પડતર માંગણીઓને લઈને સુરતના સરકારી ડોક્ટરો હડતાલ પર
ડૉક્ટર્સ બાબતે રાજ્ય આરોગ્યપ્રધાનનું નિવેદન- રાજ્યમાં 10 હજારથી વધુ સરકારી તબીબો કામથી દૂર રહીને વિરોધ કરી રહ્યા છે અને તમામ હોસ્પિટલમાં લાંબી લાઈનો પણ લાગી છે. આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન (Minister of Health Gujarat) ઋષિકેષ પટેલે નિવેદન આપ્યું હતું કે, તમામ માંગો સ્વીકારવામાં આવી છે. 90% માંગો સ્વીકારવામાં આવી છે અને હવે તેઓ વધારાની માંગણી લઇને આવ્યા છે. આ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.