ગાંધીનગર: શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાની શરૂઆતને 5 વર્ષ પૂર્ણ થયા છે. ગયા વર્ષ કોરોના મહામારીને કારણે વર્ચ્યુલી પરીક્ષા પે ચર્ચાનું આયોજન(Organizing virtual exam discussion) કરવામાં આવ્યું હતું.જેમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન આત્મવિશ્વાસ વધારવાનો(Build confidence during exams) છે. તેમજ આજ સમગ્ર દેશમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન સમગ્ર દેશના વિદ્યાર્થી સાથે દિલ્હી સ્થિત તાલકટોરા સ્ટેડિયમથી વાર્તાલાપ કર્યો હતો. જેમાં વડાપ્રધાને વિદ્યાર્થીના દરેક સવાલના જવાબ આપી પ્રોત્સાહન આપ્યું હતું.
આ પણ વાંચો: રીવાના હર્ષનું અનોખું ઉપકરણ: PM મોદીએ કર્યા વખાણ,'પરીક્ષા પે ચર્ચા' માટે શુક્રવારે દિલ્હી બોલાવ્યો
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું 48 હજારથી વધુ શાળામાં આયોજન કરવામાં આવ્યું - પરીક્ષા પે ચર્ચામાં આજ રોજ ગુજરાતમાં 48 હજારથી વધુ શાળામાં પરીક્ષાનું આયોજન(Planning of exams in school0 કરવામાં આવ્યું હતું. જેમાં 80748 વિદ્યાર્થી,4 લાખ જેટલા શિક્ષકો અને 10 લાખ જેટલા વાલીઓ આમ કાર્યક્રમમાં વર્ચ્યુલી હાજર રહ્યા હતા.જેમાં ખાસ કરીને મુખ્યપ્રધાન કડી સર્વ વિશ્વ વિદ્યાલય ખાતે હાજર રહ્યા હતા.જેમાં આજ શાળામાં લગભગ 1 હજાર થી વધુ વિદ્યાર્થીઓ હાજરી આપી હતી.
આ પણ વાંચો: Pariksha pe Charcha 2022: નવસારીના એક વાલી આજે PM Modiને 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં પૂછશે પ્રશ્ન
ટૂંક સમયમાં વિદ્યાસહાયકોને નિમણુક પત્ર આપી દેવામાં આવશે - પ્રવાસી શિક્ષકો પર કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે.પણ જ્યારે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે ત્યારે 40 ટકા બાદ કરીને ભરતી કરવામાં આવે છે.ટુક જ સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી પૂર્ણ કરી છે. જે ટૂંક જ સમયમાં તે લોકો નિમણૂક પત્ર પણ આપી દેવામાં આવશે.અને આગામી વર્ષના કેલેન્ડર મુજબ ઓન ભરતી આગામી સમયમાં બહાર પડીશું.