ગાંધીનગર : આ બાબતે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળાકોલેજો શરૂ કરવામાં નથી આવી, પરંતુ આજથી ડીડી ગિરનાર પર બાળકોના અભ્યાસ શરુ કરવામાં આવ્યાં છે. ગણતરીના કલાકોમાં વાલીઓ અને વિધાર્થીઓનો સારો પ્રતિભાવ મળ્યો હોવાનું નિવેદન પણ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થયેલા ટેલિવિઝન અભ્યાસ કાર્યક્રમમાં ધોરણ 3 થી 8 ના બાળકો માટે સવારે 11 થી 11.30 સુધી અને ધોરણ 8 થી 12 ના વિધાર્થીઓ માટે એક કલાક અભ્યાસ કરાવવામાં આવશે.
શિક્ષણવિભાગે આજથી ધોરણ 3 થી 12ના અભ્યાસક્રમ ડીડી ગિરનાર પર ભણાવવાનું શરૂ કર્યું: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
લોકડાઉન અને કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા કોઈપણ સ્કૂલ અને કોલેજો શરૂ કરવામાં નથી આવી. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા હવે 15 જૂનથી ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને ડીડી ગિરનાર પર ટીવીના માધ્યમથી ભણાવવાની શરૂવાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે.