- ત્રણ દિવસ પહેલાં જ શરૂ કરાઇ હતી હડતાલ
- કર્મચારીઓની પગાર વધારા સહિતની માંગણીઓ
- 5 જેટલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
- સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં જ 35 વિરુદ્ધ ગુનો દાખલ
ગાંધીનગર: મેડિકલ ક્ષેત્રના વિવિધ કર્મચારીઓ દ્વારા છેલ્લા એક મહિનાથી હડતાલ પાડવામાં આવી રહી હતી. જેમાં NHMN કર્મચારીઓ દ્વારા પણ આ હડતાલ વિવિધ તબક્કે ચાલુ રખાઈ હતી. તૌકતેની પરિસ્થિતિમાં પણ તેમને હડતાલ ચાલુ રાખી હતી. પોતાની માંગણીઓને લઈને આ કર્મચારીઓ આગળના દિવસોમાં હડતાલ ચાલુ રાખતા મામલો વણસ્યો હતો. ત્યાર બાદ તેમણે ફરી હડતાલની ચીમકીઓ સરકારને આપી હતી. મહામારી અને વાવાઝોડાની સ્થિતિને જોતા આ સમય યોગ્ય નથી. જે વાતને ધ્યાનમાં રાખી ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં NHMના 84 કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા
5 જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને અન્ય હેલ્થ કર્મચારીઓની જેમ કોરોના મહામારીમાં તેમજ વાવાઝોડાની સ્થિતિમાં હડતાલ ચાલુ રખાતા રખિયાલ, પેથાપુર, સેક્ટર 7, સેક્ટર 21 સહિતના પોલીસ મથકે આ ગુનો દાખલ કરાયો હતો. એપેડેમિક એક્ટ હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે. કેમ કે, NHMના કર્મચારીઓએ કહ્યું હતું કે, તેમની પગાર વધારવા સહિતની માંગણી નહીં સંતોષાય તો તેઓ હડતાલ પર ઉતરશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં 25 મેએ માગણીનો ઉકેલ લાવવાની ખાતરી આપતા વડોદરામાં નર્સિંગ સ્ટાફે હડતાળ સમેટી
સરકાર દ્વારા આ પહેલા કર્મચારીઓને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું
છેલ્લા ત્રણ દિવસ પહેલા કર્મચારી દ્વારા હડતાલનો આરંભ કરાયો હતો. તેમની પગાર વધારા સહિતની માંગણીઓ હતી. આ પહેલા પણ તેમણે સરકારને આ માંગણી સંતોષવા માટે અનેક રજૂઆતો લેટર રૂપે કરી છે, પરંતુ આ માંગણીઓ હજુ સુધી સંતોષાઇ ન હોવાથી તેમને હડતાલ ચાલુ રાખવા કહ્યું હતું. જેથી આ પ્રકારની પરિસ્થિતિને ધ્યાને લેતા એપેડેમિક એક્ટ-એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. NHMના કર્મચારીઓ આ મામલે નારાજગી પણ જતાવી હતી.