ETV Bharat / city

રાજ્યમાં હવે આ બે સમાજે સંપીને ઊઠાવી 20 ટકા અનામતની માગણી, જો નહીં થાય પૂર્ણ તો... - Demand For Reservation Quota

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)સામે આવી ઊભી છે ત્યારે રાજ્યના વિવિધ જ્ઞાતિસમાજો દ્વારા સમાજને અન્યાયની રજૂઆતો સરકાર સુધી પહોંચાડી રહ્યાં છે. ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશન (Gujarat Thakor and Koli Ekta Mission) દ્વારા શી માગણીઓ કરવામાં આવી તે જાણો.

રાજ્યમાં હવે આ બે સમાજે સંપીને ઊઠાવી 20 ટકા અનામતની માગણી, જો નહીં થાય પૂર્ણ તો...

author img

By

Published : May 10, 2022, 6:10 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી વર્ષ Gujarat Thakor and Koli Ekta Missionઆવે ત્યારથી જ રાજનીતિ સાથે જ્ઞાતિવાદ પણ સામે આવે છે. હજી વિધાનસભા ચૂંટણીને છ મહિનાથી વધુ સમયની વાર છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન(Gujarat Thakor and Koli Ekta Mission) દ્વારા રજૂઆત કરવામાં (Plea to CM Bhupendra Patel )આવી હતી. જેમાં ઠાકોર અને કોળી સમાજને ગુજરાત રાજ્યમાં વસ્તી પ્રમાણે 20 ટકા જેટલી અનામત મળે તેવી માગ (Demand For Reservation Quota)કરવામાં આવી હતી.

વસ્તી પ્રમાણે 20 ટકા જેટલી અનામત મળે તેવી માગ

અનામતમાં વધુ લાભ આપવામાં આવે - ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના પ્રદેશ કન્વીનર અજમલજી ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર અને કોળી સમાજને અનામતથી થતા અન્યાય અન્વયે 27 ટકામાંથી 20 ટકા અનામત અથવા વસતીના ધોરણે અલગ અનામત આપવાની માંગ (Demand For Reservation Quota)કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ઠાકોર અને કોળી સમાજ ઓબીસી અનામતમાં આવતો હોવા છતાં અનામતના લાભથી વંચિત રહે છે તો આ બાબત પણ રાજ્ય સરકાર દ્વારા જરૂરી વિચારણા કરવામાં આવે.

આ પણ વાંચોઃ Disabled Reservation in Gujarat University : દિવ્યાંગો માટે કયા કોર્સીસમાં કેટલા ટકા અનામત રહેશે જાણો, 1 મેથી રજિસ્ટ્રેશનની શક્યતા

નિગમમાં કરોડોની માંગ અને શાળાની સુવિધાઓ - અજમલજી ઠાકોરે વધુમાં કરતાં જણાવ્યું હતું કે ઠાકોર અને કોળી વિકાસ નિગમને 1500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે. આ ઉપરાંત આ બંને સમાજને એસટી એસટી સમાજની આદર્શ નિવાસી સ્કૂલની જેમ દરેક જિલ્લામાં નિશુલ્ક હોસ્ટેલ સાથેની સ્કૂલો પણ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે. આ ઉપરાંત જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવે અને તે મુજબ અનામત લાભ (Demand For Reservation Quota)આપવાની માંગ પણ અજમલજી ઠાકોરે કરી હતી.

આ પણ વાંચોઃ MBBS Management Quota: મેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટામાં અનામત ન મળી શકે - હાઈકોર્ટ

15 દિવસનો સમયગાળો - અજમલજી ઠાકોરે વધુમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારને આજે આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો આવનારા 15 દિવસમાં કોઇપણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવે તો 15 દિવસ બાદ એટલે કે 25મી 2022 સુધીમાં નિર્ણય કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી (Satyagraha Chhavni at Gandhinagar ) ખાતે કોળી સમાજ અને ઠાકોર સમાજની સંયુક્ત આંદોલન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.