- રાજ્યમાં કચ્છ જિલ્લામાં પવનચક્કીથી નુકશાન
- વૃક્ષોને થઈ રહ્યું છે નુકશાન
- 7 સંચાલકોને આપવામાં આવી નોટિસ
- કોંગ્રેસના પૂંજા વંશે કર્યો હતો સવાલ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે કચ્છ જિલ્લાઓમાં પવનચક્કીઓ દ્વારા વૃક્ષોને નુકશાન અંગેનો સવાલ કર્યો હતો. જેમાં મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં પવનચક્કીઓને લીધે વૃક્ષોને નુકશાન થાય તે ફરિયાદ સંબંધમાં સ્થાનિક સ્થળ તપાસ કરી અહેવાલ મોકલી આપવા માટે મામલતદાર તથા જંગલખાતાને જણાવાયું છે. તે અહેવાલ મળ્યો નથી, પરંતુ આવી ફરિયાદોના અનુસંધાને મામલતદાર નખત્રાણા અને લખપત દ્વારા તેઓને પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા તળે કેસ ચલાવી વૃક્ષછેદન કરનાર પવનચક્કી એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતનું બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં પરંતુ ગૌતમ અદાણી માટેનું બજેટ : જિજ્ઞેશ મેવાણી
1042 વૃક્ષોને નુકસાન
વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે કે કચ્છ જિલ્લામાં ફક્ત 1042 જેટલા વૃક્ષોને નુકશાન થયું હોવાની વિગત રાજ્ય સરકારે લેખિતમાં આપી છે. જ્યારે આવી ફરિયાદ અનુસંધાને મામલતદાર દ્વારા કુલ 7 પવનચક્કી એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.