ગાંધીનગર : કલ્ચરલ ફોરમના મુખ્ય આયોજક કૃષ્ણકાંત જહાએ જણાવ્યું હતું કે આ વર્ષે ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાવાયરસની મહામારીના કારણે ગરબામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ખૂબ અઘરું છે. જેથી આ વર્ષે ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમના ગરબા નહીં યોજવાનો કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
![કલ્ચરલ ફોરમનું નવરાત્રિ આયોજન રદ, 15 કરોડનું નુકશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8517909_navratri_7204846.jpg)
ઉલ્લેખનીય છે કે કલ્ચરલ ફોરમમાં 25 હજાર જેટલા યુવાનો ગરબામાં આવતાં હોય છે. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધવાનું પણ જોખમ વધી જાય છે. સંક્રમણ ન વધે તે માટે કમિટી દ્વારા કલ્ચરલ ફોરમના ગરબા રદ કરવામાં આવ્યાં છે.