- ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપી વિજય ઠાકોરને દોષિત ઠેરવ્યો
- અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા
- 3 દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા
ગાંધીનગર: જિલ્લાના સાંતેજ વિસ્તારમાં 3 વર્ષની એક બાળકી પર દુષ્કર્મ ગુજારીને હત્યા નિપજાવવાના કેસ (Santej rape and murder case)માં આજે ગાંધીનગર કોર્ટ દ્વારા આરોપી વિજય ઠાકોરને આજીવન કેદ (અંતિમ શ્વાસ સુધી)ની (Imprisonment till last breath) સજા સંભળાવવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો આરોપીઓએ અગાઉ પણ 3 વર્ષની બાળકી, 6 વર્ષની બાળકી અને અન્ય બાળકી ઉપર પણ દુષ્કર્મ કરીને તેની હત્યા કરી હોવાની ઘટનાઓ સામે આવી હતી. ગાંધીનગર ર્કોટે પણ આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા સંભળાવી છે.
ગુજરાત પોલિસની કામગીરી સારી રહી
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Harsh sanghvi on Santej rape and murder case)એ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની કામગીરી શ્રેષ્ઠ રહી છે. ગાંધીનગરમાં દુષ્કર્મની જે ઘટના બની હતી તે ચકચારી ઘટના હતી. તમામ નાગરિકો અપરાધના નરાધમોને ક્યારેય સજા મળે તેની રાહ જોઈ રહ્યા હતા અને આઠ દિવસમાં જ તેનો ચાર્જ લઈ કામગીરી ગાંધીનગર પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસે એફ.એસ.એલ.ની ટીમ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત પોલીસને આજે અભિનંદન આપું છું કે, જે પ્રકારે પોતાની અંદર કેન્દ્ર સરકારની જેમ છે તેને અનુરૂપ કામગીરી કરી રહ્યા છે તે કામગીરી એક ઉદાહરણ તરીકે પ્રસ્તુત કર્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
કોર્ટમાં થયેલ ચર્ચાઓ
ગાંધીનગર ગ્રુપમાં આરોપીના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, બનાવની તારીખ અને બનાવની ઘટના પોલીસે રિમાન્ડ દરમિયાન ધમકાવી આરોપીને ગુનો કબુલ કરવામાં આવેલો હતો, જ્યારે સિંગલ વિટનેસ પણ નથી કે, કોઈ સાક્ષી પણ નથી જ્યારે અમારા અસીલને ગુનામાં સંડોવાયેલા પરંતુ નામદાર કોર્ટને નમ્ર અપીલ છે કે, આરોપીને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ પણ આરોપીના વકીલ દ્વારા ગાંધીનગર કોર્ટમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી વકીલે પણ એવી દલીલ કરી હતી કે, આરોપીને 7 વર્ષની દીકરી છે અને આરોપીએ 3 વર્ષની દીકરી સાથે આ પ્રકારનો ગુનો આચર્યો હતો. આવા ગંભીર ગુનામાં આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ દલીલ કરવામાં આવી હતી. આવા વ્યક્તિને જ છોડી દેવામાં આવે તો સમાજને ઘણું નુકસાન થઈ શકે છે. જેથી આરોપીને ફાંસીની સજા જ કરવી જોઈએ આજીવન કેદ (Imprisonment till last breath to Santej rape and murder case )ના આપવું જોઈએ.
કોર્ટનું અવલોકન: આ રેર ઓફ ધ રેર કેસ
આ સમગ્ર મામલે બંને વકીલોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું હતું કે, આ એક રેર કેસ છે જેમાં આરોપીને આજીવન કેદની સજા એટલે કે અંતિમ શ્વાસ સુધી તેને જેલમાં રાખવાની સજા આપવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના
ઘટના બાબતે સરકારી વકીલ એસ.એસ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાતના સમયે બાળકીને અવાવરૂ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ કરી, ગળુ દબાવીને મારી નાખી હતી. સી.સી.ટી.વી ફુટેજમાં મોટરસાયકલ પર વિજય ઠાકોર બહાર નીકળતા સામે આવ્યો હતો. જ્યારે અન્ય ગુનામાં પણ આ સંડોવાયેલા આરોપીની પોલીસે પૂછપરછ દરમિયાન પણ કબુલાત કરી હતી કે ભોગ બનનાર 3 વર્ષની બાળકીને નાળા પાસે લઈ જઈ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જ્યારે પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરે પણ એવું કહ્યું હતું કે, આ ખૂબ જ ખરાબ કૃત્ય કરીને દબાવીને બાળકીની હત્યા કરી નાખવામાં આવી છે, જ્યારે બાળકીની પીઠ પર મળેલ માટી અને ઘટના સ્થળની માટી પણ એફ.એસ.એલ.માં મોકલવામાં આવી હતી જે માટે બંને એક જ હોવાનું પણ એફ.એસ.એલ રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો: વડોદરાની યુવતી પર સામુહિક દુષ્કર્મ મામલો: આરોપીનો હજી સુધી કોઈ પત્તો નહિ