ETV Bharat / city

રૂપાલમાં CCTV લગાવવામાં ભ્રષ્ટાચાર, જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ લેખિત રજૂઆત - એચએમઓ

રૂપાલ ગામ પંચાયત દ્વારા કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. ત્યારે કેમેરા ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામના જાગૃત નાગરિક મલકેશ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીથી લઈને રાજ્યના મુખ્યપ્રધાનની ચેમ્બર સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રૂપાલમાં CCTV લગાવવામાં ભ્રષ્ટાચાર, જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ લેખિત રજૂઆત

author img

By

Published : Sep 2, 2020, 4:17 PM IST

ગાંધીનગરઃ પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચાર સામાન્ય બાબત બની ગઈ છે. રોડ રસ્તાથી લઈને ગામના વિકાસ કામોમાં ટકાવારી સિવાય કામગીરી થતી નથી, તેવા સમયે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામની ગ્રામ પંચાયતમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં મોટાપાયે ગોલમાલ કરવામાં આવી છે. પંચાયત કચેરીમાં 8 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેનું બિલ 4,94,974 રૂપિયાનું બનાવવામાં આવ્યું છે આ બાબતે પંચાયતના વોર્ડ નંબર 6ના સદસ્ય નયનાબહેન ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.

રૂપાલમાં CCTV લગાવવામાં ભ્રષ્ટાચાર, જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ લેખિત રજૂઆત
રૂપાલમાં CCTV લગાવવામાં ભ્રષ્ટાચાર, જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ લેખિત રજૂઆત
ગામના નાગરિક મલકેશ પટેલે કહ્યું કે, ગામ પંચાયતના તલાટી સરપંચ કોન્ટ્રાક્ટર અને તેને પાસ કરનાર એન્જીનિયર તમામ લોકો દ્વારા આ બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. 8 કેમેરાનું બિલ અગાઉ અન્ય એક એજન્સી દ્વારા 81000નું એસ્ટીમેન્ટ આપવામાં આવ્યું હતું. તેની સામે ભ્રષ્ટાચાર કરવા માટે અન્ય એજન્સી પાસે કામ કરાવવામાં આવ્યું છે અને તેમને અંદાજીત પાંચ લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે. આ બાબતે જે ગાંધીનગર તાલુકા વિકાસ, અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી છે.

આ બાબતે ગામના સરપંચ જશવંતભાઈ પરમાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તે આ બાબતે હું અજાણ છું. નિયમ મુજબ પ્રોસેસ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યાં છે. કોરોના દરમિયાન આ કામગીરી કરવામાં આવી ત્યારે હું હાજર પણ ન હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.