ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં છેલ્લાં કેટલાક સમયથી વધારો (Corona Update in Gujarat )થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 777 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 4632 થયા(Corona Active cases in Gujarat) છે. વેન્ટિલેટર ઉપર 05 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 4627 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,954 મૃત્યુ નોંધાયા છે. આજે 626 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે રાજકોટ જિલ્લામાં એક મૃત્યુ નોંધાયું છે.
કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા - અમદાવાદમાં સૌથી વધુ 306 (Covid19 cases Surge in Ahmedabad) કેસ, સુરત કોર્પોરેશન 75, ગાંધીનગર કોર્પોરેશન 26, બરોડા કોર્પોરેશન 43, જામનગર કોર્પોરેશન 08,રાજકોટ કોર્પોરેશન 22, ભાવનગર કોર્પોરેશન 20 કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ કોર્પોરેશનમાં કોઇ કેસ નોંધાયો નથી. જિલ્લાની વિગતોમાં જોઇએ તો મહેસાણા 44,સુરત 38, પાટણ 33, ગાંધીનગર 22, કચ્છ 18, વલસાડ 13, ભાવનગર 11, સાબરકાંઠા 11, નવસારી 10, રાજકોટ 10, બરોડા 10, દ્વારકા 09, અમરેલી 07, આણંદ 07, ખેડા 06, અમદાવાદ 05, મોરબી 05, ભરુચ 03, સોમનાથ 03, પંચમહાલ 03, પોરબંદર 03, બનાસકાંઠા 02, ડાંગ 01, જૂનાગઢ 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
આ પણ વાંચોઃ Surat Corona Update : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાયા, સાથે વકર્યો આવો રોગચાળો
હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી -રાજ્યમાં જે રીતે કોરોના સંક્રમણ સતત (Corona Update in Gujarat )વધી રહ્યું છે અને દિવસે દિવસે કોરોના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણવાળો જ છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી વિનામુલ્યે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત
આજે 2,79,931 નાગરિકોનું રસીકરણ થયું -કોરોના રસીકરણે (Corona vaccination) પણ નિયંત્રણમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે આજે 16 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 2,79,931 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝમાં (Precaution dose to front line corona warriors) 24,673 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 2816 બીજા ડોઝમાં 3736 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,24,51,380 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે 18 થી 59 સામાન્ય નાગરિકોમાં જોઇએ તો 1,41,479 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.