- IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં
- IITમાં 25 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
- કેમ્પસમાં આવન-જાવન પર સંપૂર્ણ નિયંત્રણ લગાવાયું
ગાંધીનગર : IIM અમદાવાદની જેમ જ હવે IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. IITમાં 25 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે કારણે કેમ્પસમાં આવન-જાવન પર સંપૂર્ણ નિયંત્રણ લગાવવામાં આવ્યું છે. આ કારણે કેમ્પસમાં અત્યારે ગંભીર માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : IIT ગાંધીનગર રિસર્ચ: અમદાવાદની 10 અને ગાંધીનગરની 4 જગ્યા પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ
IITએ કહ્યું વિદ્યાર્થીઓમાંથી કોઇ મેચ જોવા ગયું ન હતુંં
એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે, આ વિદ્યાર્થીઓ પણ IIMના સ્ટુડન્ટ્સની જેમ ક્રિકેટ મેચ જોવા હતા ગયા હતા. ત્યાંથી તેમણે સંક્રમણ થયું હતું. IITમાંથી જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થીઓમાંથી કોઈ ક્રિકેટ મેચ જોવા ગયું ન હતું. આ સંક્રમણ આજુ-બાજુમાંથી ફેલાયું હોવાના સમાચાર મળ્યા હતા. જોકે, બની પણ શકે છે કે વિદ્યાર્થીઓમાંથી કોઈ ત્યાં મેચ જોવા ગયું પણ હોય.
વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ત્યાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ પણ કોરોનાની ઝપેટમાં
IIT ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ અને ત્યાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પહેલા કેમ્પસ ખુલ્લુ હતું ત્યારે આવન-જાવન પણ ચાલું રહેતું હતું. જે કારણે પણ કોરોના ફેલાયો હોઈ શકે છે, તેવું ત્યાંના લોકોનું માનવું છે. જોકે, અત્યારે કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને કેમ્પસમાં આવવા કે બહાર જવા દેવામાં આવી રહ્યા નથી.