ETV Bharat / city

ગુજરાતનો પ્રથમ કિસ્સો : એરફોર્સ જવાનને કોરોના પોઝિટિવ,  જવાનના ફ્લેટને કરાયો ક્વોરેન્ટાઈન - એરફોર્સ જવાનને કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પ્રથમ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર એરફોર્સના જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જવાનને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

ETV BHARAT
ગુજરાતનો પ્રથમ કિસ્સો: એરફોર્સ જવાનને કોરોના પોઝિટિવ, એરફોર્સ સ્ટેશનમાં ફ્લેટ ક્વોરેન્ટાઈન કરાયો
author img

By

Published : May 4, 2020, 2:30 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે, ત્યારે સેનાની એક મહત્વની પાંખ એરફોર્સ પણ કોરોના વાઇરસથી બચી શકી નથી. ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનમાં એરફોર્સના જવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી વડસર એરફોર્સમાં આવેલા જવાનોના ફ્લેટને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.

ETV BHARAT
એરફોર્સ

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના વડસર પાસે આવેલા એરફોર્સ સ્ટેશનમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે. એરફોર્સ સ્ટેશનમાં જે જવાનને કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે તે જવાનના ફ્લેટને પણ ક્વોરેન્ટાઈન કરવાની સૂચના આપવામાં આવી છે. જવાનને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર અર્થે અમદાવાદ ખાતે લઇ આવવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં DDO દ્વારા પ્રતિ-દિન 20 ગામના સરપંચ સાથે પરામર્શ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, વીડિયો કોલના મારફતે DDO સરપંચ સાથે ચર્ચા કરી જિલ્લા પંચાયતના વર્ગ 1 અને 2ના અધિકારીઓ સાથે ગામડામાં જઈને જાગૃતતા ફેલાવશે.

ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગર શહેરમાં 1 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ 5 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે હવે એરફોર્સમાં પણ કોરોનાનો પગપેસારો થવાથી સરકારી તંત્ર અને ગાંધીનગર જિલ્લા તંત્રને સદમો લાગ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.