ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં(Corona cases in Gujarat) હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 572 જેટલા પોઝિટિવ કેસ(Corona Cases Surge in Gujarat) સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3595 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 01 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 3594 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 10,948 મૃત્યુ નોંધાયા છે. આજે 489 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત આજે એક પણ દર્દીનુ મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાના કેસમાં થયો બદલાવ, જાણો આજના કોરોનાના કેસ વિશે...
હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી - રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જેથી તે પોતાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ અત્યારે જે કોના નો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે. તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી. ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.
આ પણ વાંચો: Corona case in Rajkot: શહેરમાં કોરોના કેસમાં વધારો થતા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા સૂચન
આજે 67,825 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ(Vaccination against Corona Virus) પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 05 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 67,825 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં 26,846, 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 9931 બીજા ડોઝમાં 8110 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,16,44,512 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
માસ્ક કલ્ચર પણ અદૃશ્ય - અત્યારે વિશ્વભરમાં કોરોના કેસની શક્યતા ઓછી છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે, જે વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, છતાં આ સમયે નિયંત્રણની શક્યતા ઓછી છે. વધુમાં, બૂસ્ટર ડોઝ(Booster Dose Vaccination) માટે રસીકરણ બિનઅસરકારક છે, અગાઉની જેમ. તે જ સમયગાળામાં માસ્ક પણ અદૃશ્ય થઈ રહી હોવાનું જણાય છે. પ્રવાસીઓ માટે(Currently Tourist Guideline), જોકે, તે નિયમ હતો. હવે આવા સલામતી પગલાં(Covid 19 Gauidelines) ફરજિયાત નથી. તે એક ખરાબ પરિસ્થિતિમાં પરિણમે છે.